GSTV

શું નજારો છે.. સિંગરવા સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ દર્દીઓની સારવાર છોડી સાહેબ ACમાં ફરમાવતા હતા આરામ, ગ્રામજનોનો ગંભીર આરોપ

Last Updated on May 12, 2021 by pratik shah

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેમ છતાં કોરોના વોરિયર્સ પોતાની જવાબદારી ભૂલી ભાગી રહ્યા છે. વાત છે અમદાવાદના સિંગરવાની. અહીં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ દર્દીઓની સારવાર છોડી દરરોજ બપોરે આરામ ફરમાવતા હોવાનો આક્ષેપ થયો છે. હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને દર્દીના પરિવારજનોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓનો ધસારો વધી રહ્યો છે તેમ છતાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ આરામ ફરમાવી રહ્યા છે.

  • ગ્રામ્ય વિસ્તારમાં વધી રહ્યું છે કોરોના સંક્ર્મણ
  • કોરોના વોરિયર પોતાની જવાબદારી ભૂલી ભાગી રહયા છે
  • અમદાવાદ જિલ્લાની સિંગરવા સિવિલ હોસ્પિટના સુપ્રીટેન્ડેડ પર મોટો આરોપ
  • હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને દર્દીના પરિજનોનો આક્ષેપ
  • દરરોજ બપોરે 1થી 4 સાહેબ આરામ ફરમાવતા હોય તેવો આરોપ
  • સાહેબ AC ચાલુ કરી બેઠા હતા ઓફિસમાં
  • GsTv ન્યૂઝના કેમેરામાં કેદ થયા દ્રશ્યો

હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને દર્દીના પરિજનોનો આક્ષેપ

  • 25 મિનિટ સુધી દરવાજો ખખડવ્યો
  • ગ્રામ્ય વિસ્તરામાં દર્દીઓનો ઘસારો છતાં સાહેબ ફરમાવી રહ્યા છે આરામ
  • સાહેબ પાસે જવાબ માંગતા આપ્યા ગોળ ગોળ જવાબ
  • સાહેબ જુઓ આમ આપણું ગામડુ કેમ બનશે કોરોનમુક્ત
  • સાહેબ પોતાની ઓફિસ બદલે દર્દીઓના સ્પેશ્યલ રૂમમાં કરે છે આરામ

સાહેબ પાસે જવાબ માંગતા આપ્યા ગોળ ગોળ જવાબ

તેઓ પોતાની ઓફિસને બદલે દર્દીઓના સ્પેશિયલ રૂમમાં આરામ કરી રહ્યા છે. જીએસટીવીની ટીમે સમગ્ર મામલાની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. જીએસટીવીની ટીમે 25 મિનિટ સુધી સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસનો દરવાજો ખખડાવ્યો, તેમ છતાં ઓફિસમાં એસી ચાલુ કરી બેઠેલા સાહેબ તરફથી કોઇ જવાબ ન મળ્યો. બાદમાં સાહેબ કેમેરા સામે તો આવ્યા પરંતુ સમગ્ર મામલે ગોળગોળ જવાબ આપ્યો. ત્યારે સવાલ એ છે કે આવી રીતે કેમ આપણું ગામડું કોરોનામુક્ત બનશે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ગઈ ભાજપ સરકાર: શિક્ષકોવિનાની શાળા, શાળા વિનાનું ગામ અને પાઠ્યપુસ્તકો વિના વિદ્યાર્થીઓ

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!