GSTV
Home » News » એક લિટર પેટ્રોલમાં 121 કિલોમીટર દોડશે આ કાર, ચેન્નાઈના છાત્રોએ કરી કમાલ

એક લિટર પેટ્રોલમાં 121 કિલોમીટર દોડશે આ કાર, ચેન્નાઈના છાત્રોએ કરી કમાલ

ચેન્નાઇની SRM યુનિવર્સિટીના એંજિનિયરીંગના વિદ્ય્રાર્થીઓએ માત્ર એક લિટર પેટ્રોલથી 121 કિલોમીટરનું અંતર કાપે એવી સિંગલ સીટર કાર બનાવી હોવાનું જાહેર કર્યું હતું. છેલ્લા એક વર્ષથી આ પ્રયાસો થઇ રહ્યા હતા. પોતાના પોકેટ મનીમાંથી 31 વિદ્યાર્થીઓએ માત્ર ત્રણ લાખ રૂપિયાના ખર્ચે આ સિંગલ સીટર કાર બનાવી હતી. આ કાર માત્ર એક લિટર પેટ્રોલ પર 121 કિલોમીટર સુધી દોડી શકે છે. કારના બોડી માટે કાર્બન ફાઇબર અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરાયો છે.

ગયા વર્ષના જાન્યુઆરી માસમાં પહેલી ડિઝાઇન આ વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી. કારમાં 50 સીસીનું એંજિન છે. આ માસની 19મીથી 22મી વચ્ચે બેંગાલુરુમાં યોજનારા શેલ ઇકો મેરેથોનમાં આ કાર રજૂ કરવાની વિદ્યાર્થીઓની યોજના છે. અત્યારે પ્રોટોટાઇપ મોડેલ તૈયાર કર્યું છે. હજુ એની પેટન્ટ લીધી નથી.

Read Also

Related posts

આ કંપનીનો સ્માર્ટફોન ખરીદો અને અનલિમિટેડ ફ્રી કોલિંગનો ઉઠાવો લાભ

Dharika Jansari

85 કરોડ ડોલર હતા સામે પણ આ વ્યક્તિએ ફેસબુકની શરતો ન સ્વીકારી, ફોનમાંથી એપ ડિલીટ કરવાની આપી સલાહ

Arohi

ચાર્જિંગ દરમિયાન મોબાઇલમાં થયો વિસ્ફોટ, ઓરડામાં સૂઈ રહેલ યુવાન સાથે થયું આવું ભયાનક…

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!