GSTV
Gujarat Government Advertisement

રાહતના સમાચાર/ 180 જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસોમાં મોટી સફળતા, નથી આવ્યો કોરોનાનો એક પણ કેસ

કોરોના

Last Updated on May 8, 2021 by Harshad Patel

ભારતમાં કોરોના સંક્રમણના કેસ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે. દેશભરમાં દરરોજ ચોંકવનારા કેસ સામે આવી રહ્યા છે. એવુંત્રીજી વખત થયું છે જ્યારે દેશમાં કોરોના સંક્રમણના દૈનિક કેસમાં 4 લાખનો આંક પાર થયો હતો. એટલું જ નહીં મોતની સંખ્યા પણ હવે દૈનિક 4 હજારથી વધારે સામે આવી રહી છે.

18 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં નવો કેસ નોંધાયો નથી

દેશભરમાં કોરોનાની બગડતી સ્થિતિ વચ્ચે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે ગત 7 દિવસોમાં દેશમાં 180 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. તો 18 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસમાં નવો કેસ નોંધાયો નથી. છેલ્લા 3 અઠવાડિયાની વાત કરવામાં આવે તો 54 જિલ્લાઓમાં 21 દિવસથી કોઈ નવા કેસ આવ્યા નથી.

છેલ્લા 24 કલાકમાં 3.19 લાખ લોકો સાજા પણ થયા

ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સની 25મી બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે, દેશમાં સતત ત્રણ દિવસોથી કોરોના સંક્રમણના 4 લાખથી વધારે કેસ આવી રહ્યા છે. પરંતુ સંતોષ જનક વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 3.19 લાખ લોકો સાજા પણ થયા છે. હજુ પણ આપણા દેશની એક જ દિવસમાં ટેસ્ટિંગ કેપેસિટી 25 લાખ છે. અને છેલ્લા 24 કલાકમાં આપણે 18 લાખ લોકોનું ટેસ્ટિંગ કર્યું છે.

કોરોના

સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 3723446 થઈ ગઈ

દેશમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા 3723446 થઈ ગઈ છે. જે કુલ કેસના 17 ટકા છે. જ્યારે સાજા થનારાનો રાષ્ટ્રીય દર ઘઠીને 81.90 ટકા પર પહોંચી ગયો છે. સંક્રમણથી મૃત્યુદર 1.09 ટકા નોંધાયો છે. નવા મોતમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 898 લોકોના મોત થયા છે. તો કર્ણાટકમાં 592 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 341 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવી મૂકી

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે તબાહી મચાવી મૂકી છે. લગભગ રોજના જ કોરોનાથી જોડાયેલા કેટલાયરેકોર્ડ તૂટી રહ્યા છે. એક દિવસમાં રેકોર્ડ 4187 લોકોના મોત થયા બાદ મોતની સંખ્યા 238270 પર પહોંચી ગઈ છે. જ્યારે 4 લાખ 1 હજારથી વધારે નવા પોઝીટીવ કેસ આવ્યા છે.

કોરોના સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે કોવિડ19ની સારવારને લઈને નવા બદલાવ સાથેની નવી ગાઈડલાઈન બહારપાડી છે. હવે દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે કોરોના રિપોર્ટ આપવાની જરૂરિયાત નહીં પડે. પહેલા હોસ્પિટલોમાં દાખલ કરાવવા માટે કોવિડ પોઝીટીવ રિપોર્ટ અથવા તો સિટિ સ્કેન રિપોર્ટની જરૂર પડતી હતી.

દર્દીઓની સગવડતા માટે રાષ્ટ્રીય નીતિમાં સુધારો કરાયો

કોરોના દર્દીઓની સગવડતા માટે રાષ્ટ્રીય નીતિમાં સુધારો કરાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોરોનાના ગંભીર મામલો હોય તો તેને સીસીસી, ડીસીએચસી અથવા ડીએચસી વોર્ડમાં દાખલ કરી શકાય છે. કોઈ પણ દર્દીને દાખલ કરવા માટે ના પાડી શકાય નહીં. એમાં ઓક્સિજન અને આવશ્યક દવાઓ પણ શામેલ છે. ભલે દર્દી બીજા શહેરનો કેમ ના હોય.

આઈડી કાર્ડના આધારે ના નહીં પાડી શકે

મંત્રાલયે આગળ કહ્યું કે કોઈ પણ દર્દીને આ આધારે દાખલ કરવાથી ના ન પાડી શકાય કે તેની પાસે આ શહેરનું વેલિડ આઈડીકાર્ડ નથી. જ્યાં પર હોસ્પિટલ છે. હોસ્પિટલમાં એન્ટ્રીની જરૂરિયાતના હિસાબે હશે. આરોગ્ય મંત્રાલયે એ સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઇ પણ દર્દીને જરૂરીયાતનાં હિસાબે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. તે સાથે જ તે બાબત પણ ભાર મુકવામાં આવ્યો કે હોસ્પિટલનાં બેડ પર એવા લોકોએ તો કબજો નથી જમાવ્યો કે જેને દાખલ થવાની જરૂરીયાત જ ન હોય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave

વેસ્ટમાંથી બેસ્ટ: અમદાવાદનો સૌથી મોટો કચરાનો ઢગ હવે વીજળી આપશે, પીરાણા ડમ્પિંગ સાઈટ પાસે વેસ્ટ ટુ એનર્જી પાર્ક બનાવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!