GSTV

સાવધાન! ખાંસતા દર્દી કરતાં પણ ખતરનાક છે આવા દર્દીઓ, મોટી સંખ્યામાં લોકોને બનાવી શકે છે કોરોના સંક્રમિત

કોરોના

કોરોના સંક્રમિત દર્દીઓનાં ખાંસવા-છીંકવા અથવા જોરથી બોલવાથી વાયરસ તેમના મોઢામાંથી ઝડપથી નીકળે છે. હવે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો કોરોના સંક્રમિત દર્દી ગીત ગાઇ રહ્યો છે. ખાસ કરીને ભીડમાં તો મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી શકે છે.

બ્રિટનના સાઇંટિફિક એડવાઇઝરી ગ્રુપ ઑફ ઇમરજન્સીના જાણકારોનું કહેવું છે કે સંક્રમિત વ્યક્તિના ગીત ગાવાથી શ્વાસ લેવા અથવા વાત કરવાની તુલનામાં વધુ વાયરસ એરોસોલ રૂપે બહાર આવે છે. જે આસપાસ રહેલા લોકો માટે ખતરનાક છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે સંગીતકાર જ્યાં ગીત ગાઇ રહ્યો છે ત્યાં પણ સતર્ક રહેવાની જરૂર છે. શક્ય હોય તો આ પ્રકારના કાર્યક્રમમાં સામલે ન થવુ જોઇએ.

દેશમાં કોરોનાનો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 62 હજાર કરતા વધુ નવા કેસ

Corona

દેશમાં કોરોના સંક્રમણના દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,000 કરતા પણ વધારે નવા કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા અપડેટ પ્રમાણે હવે દેશમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 20 લાખ કરતા પણ વધી ગઈ છે અને તેમાંથી 41,585 લોકો મૃત્યુ પામ્યા છે.

અત્યાર સુધીમાં 13,78,000 કરતા પણ વધારે લોકો કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે તથા એક્ટિવ કેસની સંખ્યા 6 લાખ કરતા પણ વધારે છે. આઈસીએમઆરના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 27 લાખ કરતા પણ વધારે સેમ્પલ ટેસ્ટ કરાયા છે. ગઈકાલે એટલે કે ગુરૂવારે 6,39,000 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

દરરોજ 50 હજાર કરતા વધુ નવા કેસ

ઓગષ્ટ મહીનાની શરૂઆતથી જ દેશમાં દરરોજ સામે આવતા નવા દર્દીઓની સંખ્યા 50,000 કરતા વધારે થઈ ગઈ છે. પહેલી ઓગષ્ટથી છઠ્ઠી ઓગષ્ટ સુધીમાં અનુક્રમે 57 હજાર, 54 હજાર, 52 હજાર, 52 હજાર, 52 હજાર, 56 હજાર કરતા પણ વધારે કેસ સામે આવ્યા છે.

આ રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ

એક રીતે દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખ કરતા વધારે છે પરંતુ તેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રના છે. માત્ર મહારાષ્ટ્રમાં જ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,46,000 કરતા વધારે છે. તે સિવાય આંધ્ર પ્રદેશમાં 82 હજાર કરતા વધારે, કર્ણાટકમાં 75 હજાર કરતા વધારે, તમિલનાડુમાં 53 હજાર કરતા વધારે અને ઉત્તર પ્રદેશમાં 43 હજાર કરતા વધારે એક્ટિવ કેસ છે.

આ રાજ્યોમાં સૌથી વધારે મૃત્યુ

કોરોનાથી થતા મૃત્યુ મામલે પણ મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે. મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા 16,476 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં 4461, દિલ્હીમાં 4044, કર્ણાટકમાં 2804 અને ગુજરાતમાં 2556 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. તે સિવાય ઉત્તર પ્રદેશમાં 1857, પશ્ચિમ બંગાળમાં 1846, આંધ્ર પ્રદેશમાં 1681 અને મધ્ય પ્રદેશમાં 929 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

Read Also

Related posts

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari

રાજ્યસભામાં તોડફોડ વચ્ચે ખેડૂત બિલો પાસ, કોરોનાના કેર વચ્ચે સાંસદ સમરાંગણમાં ફેરવાઈ

pratik shah

રાજ્યસભામાં નિયમો તૂટશે તો કાલે પણ માઈક તોડીશ : સાંસદની ચીમકી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!