GSTV
Gujarat Government Advertisement

સ્વાસ્થ્ય / શિંગોડા એટલે ખનીજોનું પાવર હાઉસ, થાયરોઇડથી લઇને હાઇ બીપી જેવી બીમારીઓને કરે છે કંટ્રોલ

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

તળાવમાં ઉગનારા સિંગોડામાં અનેક ઔષધીય ગુણો રહેલાં હોય છે. લોકો તેને મિનરલ્સનો પાવર હાઉસ કહે છે. તેને લોકો કાચું અથવા તો ઉકાળીને ખાય છે. કેટલીક જગ્યાઓ પર તેનું શાક અને અથાણું પણ બનાવીને લોકો ખાતા હોય છે. શિંગોડામાં વિટામીન A, C અને મેંગેનીઝ, થાયમાઇન, કાર્બોહાઇડ્રેટ, ટૈનિન, સિટ્રિક એસિડ, રિબોફ્લેવિન, એમિલોજ, ફાસ્ફોરાઇલેઝ, પ્રોટીન, ફેટ વગેરે અનેક પ્રકારના પોષકતત્વો હોય છે.

જે મહિલા અને પુરૂષ ઇન્ફર્ટિલિટીની સમસ્યાથી પીડાઇ રહી છે, તેમની માટે શિંગોડાનું સેવન વધારે લાભદાયક સાબિત થઇ શકે છે. પરંતુ શિંગોડા બારે મહીના નથી વેચાતા. તે માત્ર સિમિત સમય માટે જ બજારમાં આવે છે. એવામાં તેના લોટનો ઉપયોગ કરીને તેના ઓષધીય ગુણોનો લાભ ઉઠાવી શકાય છે. આયુર્વેદ તજજ્ઞોનું એમ માનવું છે કે, શિંગોડાના લોટનો પ્રયોગ દરેક રીતે લાભદાયી જ હોય છે. તો અહીં જાણીશું કે શિંગોડાના લોટના શું-શું ફાયદા છે…

ગર્ભાશયની દુર્બળતાને દૂર કરે છે

જે મહિલાઓનો ગર્ભપાત ગર્ભાશયની દુર્બળતાના કારણે થાય છે, તેઓએ શિંગોડા જરૂરથી ખાવા જોઇએ. તેને ખાવાથી ગર્ભાશયની દુર્બળતા દૂર થાય છે, આ સાથે જ ગર્ભસ્થ શિશુને પોષણ મળે છે. મહિલાઓ શિંગોડાના લોટનો હલવો અથવા તો બરફી જેવું વગેરે બનાવીને તેનું દૂધ સાથે સેવન કરી શકે છે.

થાયરોઇડ જેવી સમસ્યાઓમાં થશે લાભદાયક

શિંગોડામાં આયોડીન અને મેગેનીઝ જેવાં તત્વો રહેલાં હોય છે કે જે શરીરમાં થાયરોઇડ ગ્રંથિને સુચારૂરીતે ચલાવવામાં મદદરૂપ થાય છે. શિંગોડા અથવા તો તેના લોટનું સેવન કરવાથી થાયરોઇડ જેવી સમસ્યા નિયંત્રણમાં રહે છે.

પીળીયામાં પણ આપે છે રાહત

શિંગોડા શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર નીકાળવાનું કામ કરે છે. આ સિવાય તે પીળીયા જેવાં રોગમાં પણ લાભદાયક છે. પીળીયા સામે ઝઝૂમી રહેલાં લોકો જો શિંગોડાના જ્યુસનું સેવન કરે અથવા તો તેના લોટનું જો સેવન કરે તો તેનાથી તેને વધારે લાભ મળે છે.

હાઇ બીપીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ

શિંગોડામાં વધારે માત્રામાં પોટેશિયમ મળી આવે છે કે જેનાથી હાઇ બીપીના દર્દીઓ માટે તે આશીર્વાદરૂપ હોય છે. આ સિવાય તે કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.

વજન ઓછું કરે છે

વધારે મીઠાનું સેવન કરવાથી આપણાં શરીરમાં સોડિયમની માત્રા વધારે થઇ જાય છે. સોડિયમ શરીરમાં પાણીને ભેગું કરે છે, જેની મદદથી શરીરમાં સોજા આવી જાય છે અને મેદસ્વીતા પણ વધી જાય છે. શિંગોડામાં ઉપલબ્ધ પોટેશિયમ ભેગું થવાથી પાણીને શરીરમાંથી બહાર નીકળવામાં પણ મદદરૂપ થશે. તેનાથી સોજા ઘટી જાય છે અને વજન પણ ઘટી જાય છે.

ગ્લૂટેન ફ્રી લોટ

જે લોકોને કેટલીક વિશેષ બીમારીઓના કારણે ગ્લૂટેન ફ્રી લોટ ખાવાનું કહેવામાં આવે છે, તેમની માટે શિંગોડાનો લોટ એ એક બેસ્ટ વિકલ્પ છે. તે સંપૂર્ણ રીતે ગ્લૂટેન ફ્રી હોય છે. ગ્લૂટેન એક પ્રકારનું પ્રોટીન છે કે જે ઘઉંના લોટમાંથી વધારે મળી આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!