GSTV

આઈસ બાથ પછી આ પીણું પીવે છે સિંગર મેડોના, વાયરલ થયો વિડિયો

Last Updated on November 19, 2019 by pratik shah

સિંગર મેડોનાએ પોતાના સોશ્યલ મિડ઼િયા એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે. આ વિડિયોમાં સિંગર આઈસ બાથ લેછે અને ત્યાર પછી એક કપ યૂરિન પીતા નજરે પડી રહી છે. મેડોનાએ 17 નવેમ્બર રવિવારનાં રોજ આ વિડિયો પોસ્ટ કર્યો છે.

આઈસ બાથ શા માટે લે છે સિંગર?

મેડોના હાલમાં મ્યુઝિકલ ઇવેન્ટ માટે ‘મેડમ એક્સ ટૂર’ પર છે. વિડિઓ શેર કરતી વખતે, સિંગરે લખ્યું- ICE TRAY-NEW DRIP-3: am આઇસ બાથ. શું આપણે આઇસ બાથ ચેલેન્જ શરૂ કરી શકીએ? 41 ડિગ્રી, ઈજાની શ્રેષ્ઠ સારવાર. “વીડિયોમાં તે હોટલના બાથરૂમમાં પરફોર્મર અહમાલિક વિલિયમ્સ સાથે જોઇ શકાય છે.

મેડોના બરફ સ્નાન પછી યુરિનનું કરે છે સેવન

આ વિડિયોમાં બરફના સ્નાનનાં ટબમાંથી બહાર નીકળ્યા પછી, તેણીએ પ્રથમ તેના મોજાં કાઢયા અને આ પછી તે સફેદ કપમાં પીળા રંગનો પદાર્થ પીતા જોવા મળે છે, જે તેની સારવારનો એક ભાગ છે. તે કહે છે, “બર્ફીલા પાણીમાંથી બહાર નીકળ્યા પછી યુરિન પીવું ખરેખર સારું છે”. સિંગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જો કે, મેડોનાએ તબીબી સારવાર તરીકે પેશાબનો ઉપયોગ કરવાનો આ પ્રથમ સમય નથી. આ પહેલાં પણ, પેશાબનો ઉપયોગ પગના ઘામાંથી રૂઝ આવવા માટે કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મેડોના એક અમેરિકન ગાયિકા, ગીત લેખક અને અભિનેત્રી છે. તે 61 વર્ષની છે. 61 વર્ષની ઉંમરે પણ તેણે પોતાની જાતને સારી રીતે જાળવી રાખી છે.

READ ALSO

Related posts

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah

ન્યાય: છેડતીના આરોપીને આખા ગામની મહિલાઓના કપડા ધોવાનો આદેશ આપનારા જજ ભરાયા, ન્યાયિક કામ કરવા પર પ્રતિબંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!