કર્ણાટકમાં હમ્પી ઉત્સવ દરમિયાન પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર ઉપર ચાલુ કાર્યક્રમે પાણીની બોટલ ફેંકાઈ હતી. હંપી ઉત્સવ સમાપનમાં કૈલાસ ખેર પોતાના સૂરના તાલે લોકોને ડોલાવી રહ્યા હતા તે દરમિયાન ઓડિશન્સમાં રહેલા બે માણસોએ કૈલાશ ખેર ઉપર પાણીની બોટલ ફેંકી હતી. જોકે સ્થળ પર હાજર પોલીસે કૈલાશ ખેર તરફ બોટલ ફેંકનાર આરોપીને કસ્ટડીમાં લઈને પરિસ્થિતિ સામાન્ય કરી દીધી હતી. કાર્યક્રમમાં કોઈ ખાસ વિક્ષેપ થયો નહોતો.

મળતી માહિતી મુજબ પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરના સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન ઓડિયન્સમાં હાજર બે લોકોએ તેને કન્નડ ગીત ગાવાનું કહ્યું અને જ્યારે કૈલાશ ખેરે કન્નડમાં ગીત ન ગાયું તો એ લોકોએ નારાજગી બતાવતાં કૈલાશ ખેર પર પાણીની બોટલ ફેંકી. પોલીસે પ્રેક્ષકોમાંથી બોટલ ફેંકનાર વ્યક્તિને અને તેના સાથીને કસ્ટડીમાં લીધા.
દર વર્ષે અહીં વિજય ઉત્સવ તરીકે હમ્પી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ ઉત્સવ 27મી જાન્યુઆરીએ શરૂ થયો હતો અને ત્રણ દિવસ સુધી ચાલતો આ ઉત્સવનું સમાપન 29મી જાન્યુઆરીની સાંજે થયું. રવિવારે સમાપન સમારોહ દરમિયાન, કૈલાશ ખેર અહીં પોતાના સુરીલા અવાજનો જાદુ ફેલાવી રહ્યા હતા ત્યારે તેમના પર બોટલ ફેંકવાની ઘટના બની હતી.
કર્ણાટકમાં નવા વિજયનગર જિલ્લો બન્યા પછી આ પહેલી વખત હતું જ્યારે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ હમ્પી ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું.
આ ઇવેન્ટ પછી, પ્રખ્યાત ગાયક કૈલાશ ખેરે ટ્વિટ કરીને લખ્યું, “જ્યારે પુનીત રાજકુમારજી ને કૈલાસા સંગીતમય શ્રદ્ધાંજલિ આપી અને એક ગીત શ્રૂંખલામાં તેમા પર જ ફિલ્માવાયેલ અમારા કન્નડ ગીતોની રજૂઆત કરી. આખું વિજયનગરસાથએ ગાઈ રહ્યું હતું. ઝૂમી રહ્યું, ભાવુક બની ગયું કૈલાસા સાથે. કૈલાશ લાઈવ કોન્સર્ટનો હમ્પી ઉત્સવ 2023નું સમાપન બહુજ ભાવનાત્મક રહ્યું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ