બાદશાહ બોલિવૂડના જાણીતા સિંગર અને રેપર છે. તેઓ જેટલા ખુશ મિજાજ નજર આવે છે એટલા જ તકલીફોથી ભરેલા દિવસોમાંથી પસાર થઈ ચૂક્યા છે. આ ખુલાસે સિંગરે પોતે કરીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા છે. શિલ્પા શેટ્ટીનો શો શેપ ઓફ યુ(Shape Of You) પર વાત કરતા રેપર-સિંગર-મ્યૂઝિશિયને જણાવ્યું કે, પોતાનું માનસિક સ્વાસ્થ્ય જાળવવું તેની પ્રાથમિકતા છે અને આ માટે તે સ્વાર્થી પણ બની શકે છે. તેના કારણે તેમને ડેઈલી રૂટીન લાઈફમાં ઘણું પ્રેશર સહન કરવું પડ્યું છે. બાદશાહે એ પણ જણાવ્યું કે તે સ્લીપ એપનિયા(Sleep apnea)થી પણ પીડિત હતો જેના કારણે તાજેતરમાં બોલિવૂડના લોકપ્રિય ગાયક બપ્પી લહેરીનું નિધન થયું હતું.

ઘણા પોપ્યુલર ગીતો આપનાર બાદશાહને જોઈને કોઈ અંદાજ પણ ન લગાવી શકે કે તેના હાસ્ય પાછળ આટલું બધું દર્દ છુપાયેલું છે. હાલમાં બાદશાહ ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ નામના રિયાલિટી શોને જજ કરી રહ્યા છે. તેમની સાથે શિલ્પા શેટ્ટી, કિરણ ખેર અને મનોજ મુંતશિર પણ શો જજ કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટીના શો દરમિયાન બાદશાહે જણાવ્યું કે, તેઓ ડિપ્રેશન અને તણાવથી ખૂબ જ ખરાબ રીતે પીડાતા હતા. પોતાની મેન્ટલ હેલ્થને મેન્ટેઈન કરવા માટે સેલ્ફિશ થવું પડ્યું છે. મારી લાઈફની પ્રાયોરિટી મેન્ટલ ફિટનેસને બનાવી રાખવાની છે. દરરોજ જે પ્રકારે આપણે પ્રેશર સહન કરીએ છીએ તેના કારણે મેન્ટલ હેલ્થ મારા માટે લગ્ઝરી છે. હું ખરાબ સમયમાંથી પસાર થઈ ચૂક્યો છું. ગંભીર રીતે તણાવથી પીડાઈ રહ્યો હતો. હું ફરીથી તે સ્થિતિમાંથી પસાર થવા નથી માંગતો.
Read Also
- પર્યાવરણ દિને પ્રારંભ/ 1 વર્ષમાં સુરત વન વિભાગ દ્વારા 200 હેકટરમાં 2 લાખ મેન્ગ્રોવ વૃક્ષોનું વાવેતર કરાશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી
- ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ
- GST Council / આ મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવી શકે છે ઘણા મહત્વના નિર્ણયો
- વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા નસીરુદ્દીન શાહ, ઈસરો ચીફ પર કાઢી ભડાસ
- આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક