GSTV

હવે રોબોટ્સ સફાઈ કરશે અને સાથે ગીત ગાઈ મનોરંજન પણ કરશે

એડવાન્સ ટેક્નોલૉજીને લીધે દિવસો એટલા દૂર નથી કે જ્યારે રોબોટ્સ માણસો વચ્ચે રહીને બધા આવશ્યક કામ કરશે. કેટલાક દાયકાઓ પહેલા તે એક કલ્પના હતી, પરંતુ આજે તે ઘણા શહેરોમાં વાસ્તવિકતા બની ગઈ છે. સિંગાપુરે આ રોબોટ્સનું સ્વાગત કર્યું છે, જ્યાં એડવાન્સ્ડ રોબોટ્સ ઇમારતોમાં સફાઈ કામ કરવા માટે બનાવવામાં આવ્યા છે.

ખાસ વાત એ છે કે સેંકડો ફ્રેન્ડલી રોબોટ્સ સફાઈ સિવાય પણ ઘણા વધારે કામ કરી શકે છે અને ઘણી ભાષાઓ બોલી શકે છે. તે શક્ય છે કે તમે આગામી સિંગાપુરની સફર પર આવા રોબોને મળો. હાઈ-ટેક સિંગાપુરમાં આવા ફ્રેન્ડલી રોબોટ્સનો ઉપયોગ હોટલો, શોપિંગ મોલ્સ અને સરકારી ઇમારતોમાં સફાઈ માટે રાખવામાં આવ્યા છે. આ રોબોટ્સ ઘણી ભાષાઓ બોલી શકે છે અને ગીતો પણ ગાઈ શકે છે.

અંડાકારના માથા અને ચમકતી લાઇટ સાથેની આંખોવાળા આવા ચાર રોબોટ્સ પહેલાથી જ કાર્યરત છે. એવી અપેક્ષા સેવાઈ રહી છે કે, આગામી માર્ચ સુધીમાં, આવા 300 રોબોટ્સને કામ પર રાખવામાં આવશે. આ રોબોટ્સ ઝાડું-પોતા ઉપરાંત, વેક્યૂમ ક્લિનિંગ અને સ્વીપિંગ પણ કરી શકે છે. તેઓ કામ કરતી વખતે અંગ્રેજી ગીતો સાંભળાવીને મનોરંજન પણ કરશે.

રોબોટ્સ અંગ્રેજી, મલાય, મન્ડેરિયન અને તમિલ ઉપરાંત જાપાનીઝ અને સિંગ્લિશ સિવાય સિંગાપોરના તમામ ચાર મલ્ટી-ઓથનિક ભાષાઓ બોલે છે. સિંગલિશ એ સ્થાનિક લોકો દ્વારા બોલાતી ભાષા છે, જેમાં અંગ્રેજી શબ્દો પણ વાતચીતમાં શામેલ છે. લોન્ચમાં, એક રોબોટે ગાયું, ‘હું શહેરમાં શાનદાર ચીજ છું, હું તમારા વિશ્વમાં પ્રકાશ ભરીશ, હું સૌથી આકર્ષક છું.’ રોબોટ્સની સ્થાનિક કંપની લાયન્સબૉટ દ્વારા બનાવવામાં આવેલા 13 જુદા જુદા નમૂનાઓ તૈયાર કરાયા છે.

આ રોબોટ્સ ટુચકાઓ સાંભળાવી શકે છે અથવા રસ્તામાં ઊભી રહેલી કોઈપણ વ્યક્તિને ખસવાનું કહી શકે છે. રોબોટ્સ પર આપવામાં આવેલા ‘હાર્ટ’ બટનને દબાવીને માણસો તેમને આદેશ આપી શકે છે અને આ માટે, એક એપ્લિકેશનની સહાય લેવાની રહે છે. જેમાં રોબોટ્સને પૂછી શકાય છે કે તેને કેવું લાગી રહ્યું છે અથવા તેમને શું ગમે છે.

Read Also

Related posts

બુધવારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળશે કેબીનેટની બેઠક, આ મુદ્દાઓ પર રહેશે સૌની નજર

Nilesh Jethva

KBCમાં પ્રતિયોગીથી થયા અમિતાભ બચ્ચન ઈમ્પ્રેસ, નામ આપ્યુ જળપુરૂષ

Mansi Patel

કોરોના સામે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રમાં સામે આવ્યું નવુ સંકટ, કોંગો ફિવરને લઈને પાલઘરમાં કરાયું એલર્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!