GSTV

ખતરનાક બની શકે છે ફેસ વેરિફિકેશન ફીચર, હેકર્સ ટેકનોલોજી સાથે પણ કરશે છેતરપિંડી

Last Updated on September 30, 2020 by pratik shah

હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે, સિંગાપુર નેશનલ આઈડી કાર્ડ માટે ફેસ વેરિફિકેશનનો વપરાશ કરનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે જે પોતાના નાગરિકોને ખાનગી અને સરકારી સેવાઓ માટે તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે. આ ટેકનોલોજીને સિંગાપૂરની ડિજિટલ આઈડેન્ટિટી સ્કીમ સિંગપાસની સાથે જોડવામાં આવશે. પહેલા આ બેન્કિંગ સર્વિસ સાથે જોડવામાં આવશે અને હવે તેને આખા દેશ માટે શરૂ કરવામાં આવશે. જોકે, ઘણા રીપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે, ફેસ વેરિફિકેશન ફીચર સેફ નથી. હેકર્સ આ ટેકનોલોજીને ક્રેક કરી તમારી ઈર્ન્ફોમેશનનો ખોટો ઉપયોગ કરી શકે છે.

શું હોય છે ફેસ વેકિફિકેશન?

ફેસ વેરિફિકેશન ફીચરમાં યૂઝરના ચેહરાની ઓળખાણ કરવામાં આવે છે. તે માટે યૂઝરને પોતાના ચેહરા ડિવાઈસમાં લાગેલ કેમેરાની સામે લાવવાના હોય છે. આ દરમિયાન આર્ટિફીશિયલ ઈન્ટેલિજેન્સ થકી યૂઝરના ફેસ ફીચર્સને રીડ કરવામાં આવે છે. કેમરા ઈંફ્રારેડ (IR)થકી ડોટ પેટર્નને વાંચી ઈમેજને કેપ્ચર કરી લેવામાં આવે છે. ત્યારબાદ આ ઈમેજને વેરિફિકેશન માટે પણ મોકલવામાં આવે છે. આ પ્રોસેસમાં 1 થી 2 સેકન્ડનો સમય લાગે છે.

ફેસ વેરિફિકેશન થઈ શકે છે ખતરનાક

ફેસ વેરિફિકેશન યૂઝર્સની સિક્યોરિટીના કેસમાં ખતરનાક સાબિત થઈ શકે છે. આ ટેકનોલોજીની ઓથેંસિટી પર ઘણી વખત સવાલ ઉઠાવવામાં આવ્યા છે. મહત્તમ ફેસ વેરિફિકેશન ટેકનીત IR સેંસર અને ડોટ પ્રોજેક્ટરથી લેસ રેગ્યૂલર 2D કેમરા પર બેસ્ડ હોય છે. તેને ઘણી સરળતાથી ચકમો આપી શકાય છે. ઘણી વખત માત્ર ફોટો અને માસ્ક થકી પણ ફેસ વેરિફાઈ કરી શકાય છે. ઘણા રીપોર્ટ્સમાં કહેવામાં આવ્યુ છે કે, ફેસ વેરિફિકેશન ફીચર, ફિંગરપ્રિંટ અને પાસવર્ડની સરખામણીમાં વધેર અનસેફ છે.

જ્યારે વાત પર્સનલ અને સરકારી આઈડેંટિટીની હોય તો ફેસ વેરિફિકેશન વધુ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે, જો હેકર્સે કોઈ યૂઝરના ડોટ પેટર્ન ચોરી કર્યા છે, તો તેની ઓળખને સરળતાથી દુરૂપયોગ કરી શકે છે.

READ ALSO

Related posts

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!