GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સિંગાપોરમાંથી 300 હાથીઓના આશરે નવ ટન હાથીદાંત ઝડપાયા

સિંગાપુરમાં 1932 બાદ અત્યાર સુધીનું સૌથી મોટું હાથીદાંતની તસ્કરીનું કૌભાંડ ઝડપાયું છે. સિંગાપુરના અધિકારીઓએ 300 હાથીઓના આશરે નવ ટન જેટલા હાથીદાંત જપ્ત કર્યા છે. 21 જુલાઈના રોજ સિંગાપુરથી વિયેતનામ થઈને કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય લઈ જવાઈ રહેલા એક કન્ટેનરમાંથી ગેરકાયદેસર કાર્ગો ઝડપાયું હતું. 

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હાથીદાંત અને પૈંગોલિન બંને વિયેતનામ માટે લોડ કરવામાં આવતા લાકડાના કન્ટેનરમાં હતા અને વૈશ્વિક વ્યાપારના પ્રમુખ સ્થાનાંતરણ કેન્દ્ર ગણાતા સિંગાપુર થઈને લઈ જવાઈ રહ્યા હતા. રાષ્ટ્રીય ઉદ્યાન બોર્ડ, સીમા શુલ્ક અને અન્ય વિભાગો દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન કન્ટેનરમાં 8.8 ટન હાથીદાંત હોવાની જાણ થઈ હતી જેનું બજાર મૂલ્ય આશરે 12.9 મિલિયન ડોલર (1.29 કરોડ) કહી શકાય.

ચીનના કસ્ટમ વિભાગ દ્વારા આપવામાં આવેલી બાતમીને પગલે હાથીદાંતની તસ્કરીનો પર્દાફાશ થયો હતો અને તેને હાથીદાંતનો અત્યાર સુધીમાં ઝડપાયેલો સૌથી મોટો જથ્થો માનવામાં આવે છે. આટલા મોટા પ્રમાણમાં હાથીદાંત ભેગા કરવા માટે આશરે 300 આફ્રિકી હાથીઓનો ભોગ લેવાયો હોવાનું માનવામાં આવે છે. 

આ ઉપરાંત ગંભીર રીતે લુપ્તપ્રાય એવા સ્કલી એન્ટિટીઝ તરીકે ઓળખાતા પૈંગોલિનના ભીંગડાઓ પણ મળી આવ્યા છે. પોતાના માંસના કારણે પૈંગોલિન વિશ્વભરમાં સૌથી વધું તસ્કરી કરવામાં આવતું સ્તનધારી જીવ છે. આ ઉપરાંત તેમાં ઔષધીય ગુણો હોવાની માન્યતા પણ પ્રચલિત છે.

READ ALSO

Related posts

કાળમુખો કોરોના: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 492 કેસો નોંધાયા, અનલોક-1ની છૂટછાટ પડી ભારે

pratik shah

ગ્રામ્ય વિસ્તાર કોરોનાનો નવો શિકાર: સતત ચોથા દિવસે 8000થી વધુ કેસ, આ ચાર રાજ્યોમાં સ્થિતિ અતિગંભીર

Bansari

કાળમુખો કોરોના: અમેરિકામાં જીવલેણ વાયરસથી ચેપગ્રસ્તોની સંખ્યા 19 લાખને પાર, પરિસ્થિતિ વધુને વધુ વિકટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!