GSTV
Home » News » સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ઇતિહાસ સર્જ્યો

સિંધુએ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ઇતિહાસ સર્જ્યો

ભારતીય બેડમિંટનની સુપરસ્ટાર ખેલાડી પુસાર્લા વેંકટા સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને 21-7, 21-7થી હરાવીને વિમેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.આ સાથે સિંધુ વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની હતી. સિંધુ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશી હતી અને તેણે પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ હાંસલ કરતાં રેકોર્ડ બુકમા સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.

અગાઉ ભારતના સાઈ પ્રણીતે વર્લ્ડ ચેમ્પિયનશીપની મેન્સ સિંગલ્સ કેટેગરીમાં ભારતને 36 વર્ષ બાદ મેડલ અપાવ્યો હતો. છેલ્લે 1983માં ભારતના લેજન્ડરી ખેલાડી પ્રકાશ પદુકોણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ જીત્યા હતા.જ્યારે ભારતના સાઈ પ્રણીતને સેમિ ફાઇનલમાં વર્લ્ડ નંબર વન જાપાનીઝ ખેલાડી કેન્ટો મોમોટા સામે 13-21, 8-21થી હારનો સામનો કરવો પડયો હતો. આમ છતાં તે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 

પી.વી. સિંધુએ આ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે કારકિર્દીની સૌપ્રથમ મેજર ટાઈટલ જીત્યું હતુ. સિંધુ અગાઉ ભારતનો કોઈ ખેલાડી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપ જીતી શક્યો નથી.

સિંધુને અગાઉ 2017 અને 2018ની ફાઈનલ્સમાં અનુક્રમે ઓકુહારા અને કારોલિના મરીન સામે હારીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઈનલમાં સિંધુએ ચીનની ચેન યુફેઈને 21-7, 21-14થી પરાજય આપ્યો હતો. જ્યારે બીજી સેમિ ફાઇનલમાં ઓકુહારાએ થાઈલેન્ડની રાટ્ચાનોક ઈન્થાનોનને 17-21, 21-18, 21-15થી પરાસ્ત કરી હતી. 

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિંધુનો રેકોર્ડ પાંચમો મેડલ 

બાસેલ  : ભારતીય બેડમિંટન સ્ટાર પી.વી. સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કારકિર્દીનો પાંચમો મેડલ જીતીને ચેમ્પિયનશીપના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ જીતવાના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી.  સિંધુ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારી માત્ર ચોથી સિંગલ્સ પ્લેયર બની હતી. 

સિંધુના  વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાં મેડલ

મેડલયજમાનવર્ષ
ગોલ્ડસ્વિત્ઝર્લેન્ડ2019
સિલ્વરઈંગ્લેન્ડ2017
સિલ્વરચીન2018
બ્રોન્ઝચીન2013
બ્રોન્ઝડેનમાર્ક2014

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!