GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

સિંધુ પહોંચી ફ્રેન્ચ ઑપનના ક્વાર્ટરફાઇનલમાં જ્યારે સાયના થઇ બહાર

ફ્રેન્ચ ઑપન વર્લ્ડ સુપરસીરિઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ટાઇટલના પ્રબળ દાવેદાર પી.વી. સિંધુ અને કિદાંબી શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. ઓલ્મિપિકમાં સિલ્વર મેડલ જીતનારી પી.વી.સિંધુએ જાપાનની સાયકા તાકાહાશીને હરાવી. હવે સિંધુ મેચ ચીનની શેન યૂફેઇની સાથે રમશે. તો બીજી તરફ ભારતની દિગ્ગજ બેડમિન્ટન પ્લેયર સાયના નેહવાલ ગુરુવારે ફ્રેન્ચ ઑપનના વર્લ્ડ સુપરસીરિઝ બેડમેન્ટિન ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં હારની બહાર થઇ ગઇ. વર્લ્ડ નંબર 1 ખિલાડી સાઇના 39 મિનિટની મેચમાં વર્લ્ડની 5 નંબરની ખિલાડી અકાને યામાગુચીથી હારી ગઇ, તો શ્રીકાંતે હોંગકોંગના વોંગ વિંગ કી વિસેન્ટને 37 મિનિટની મેચમાં જ હરાવી દીધો.

છેલ્લા 2 અઠવાડિયામાં આ જાપાની ખિલાડીની સામે તેની બીજી હાર છે. લંડન ઓલ્મિપિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાયનાને જાપાનની અકાને યામાગુચીએ  39 મિનિટ સુધી ચાલેલી મેચમાં  21-9, 21-23 માત આપી. યામાગુચીને સાયના પર પોતાનો દબદબો બનાવી રાખ્યો.

આ તરફ મેન્સ ડબલ્સમાં સાત્વિક સાઇરાઝ રનકિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ડેનિશ જોડી કોનરાડ પીટરસન અને પીલર કોલડિંગને હરાવીને ક્વાટર ફાઇનલમાં પહોંચી ગઇ. વુમેન્સ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડી જાપાની જોડીની સામે હારી ગઇ.

 

Related posts

સિનસિનાટી માસ્ટર્સ પણ ન્યૂયોર્કમાં રમાઇ શકે છે, યુએસ ઓપનના આયોજકોનો આ છે પ્લાન

Bansari

સળંગ બીજા વર્ષે અર્જુન એવોર્ડમાંથી બાકાત રખાતા બેડમિન્ટન સ્ટાર પ્રણોય નારાજ

Mansi Patel

Amphan વાવાઝોડાએ મિથુનનું ઘર વિખેરી નાખ્યું, ખાવાના પડી ગયા ફાંફાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!