GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

દિલ્હી સરકારના આ મોટા નિર્ણયથી હવે અધિકારીઓને પડશે મુશ્કેલી

દેશની રાજધાની દિલ્હીમાં વાહનોનો વધારે ઘોંઘાટ છે અને ટ્રાફિકની પણ ભારે સમસ્યા છે. જેના લીધે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ તો દિલ્હીમાં વધ્યું જ છે, સાથે પાર્કિગમાં પણ સમસ્યા વધી છે. આ સિવાય એવુ પણ જોવા મળ્યું છે કે એક અધિકારીની પાસે બે-ત્રણ સરકારી ગાડીઓ છે. એટલે સરકારી વાહનોનો દુરૂપયોગ અને ખોટા ખર્ચા રોકવા માટે દિલ્હી સરકારે નિર્દેશ કર્યો છે કે એક સપ્ટેમ્બરથી અધિકારી ફક્ત એક જ સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે. આદેશમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી પાસે બીજા વિભાગનો વધુ પ્રભાર છે તેવી સ્થિતિમાં પણ તે ફક્ત એક જ વાહનનો ઉપયોગ કરી શકશે. આ સિવાય બધા વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવી અનિવાર્ય કરી દીધી છે.

વિભાગના હેડને દેખરેખ રાખવાની જવાબદારી સોંપાઈ

સામાન્ય વહીવટી વિભાગે બધા વિભાગના હેડના નામ જાહેર કરી આ આદેશમાં સ્પષ્ટ લખ્યું છે કે આગામી મહિનામાં દરેક સરકારી વાહનમાં જીપીએસ લગાવેલુ હોવુ જોઈએ. રસ્તા પર ઉતરશે નહીં અને આ આદેશ 1 સપ્ટેમ્બરથી લાગુ થશે. જેનો અમલ કરાવાની અને તેના પર દેખરેખ રાખવાની જવાબદારી વિભાગના હેડને સોંપી છે.

અધિકારીઓની પાસે 1થી વધુ વાહનો હોવાની મળી હતી ફરિયાદ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને આ ફરિયાદ મળી હતી કે  કેટલાંક અધિકારીઓ પાસે એકથી વધુ વાહનો છે. આ ફરિયાદ મળ્યા બાદ વહીવટી વિભાગે દિલ્હીના બધા વિભાગોને આ આદેશ જાહેર કર્યો છે. આ આદેશમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે જો કોઈ અધિકારી પાસે બીજા કોઈ અન્ય વિભાગની વધુ જવાબદારી છે, તો તે પણ પોતાની પાસે એક વાહન રાખશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે પણ પરિવહન વિભાગે એક માર્ગદર્શિકા જાહેર કરી 15 વર્ષથી વધુ જૂની પેટ્રોલ અને 10 વર્ષથી વધારે જૂની ડીઝલ ગાડીઓને ત્રણ મહિનાની અંદર ઈકો ફ્રેન્ડલી પદ્ધતિથી નષ્ટ કરવાનો આદેશ જાહેર કર્યો હતો.

Related posts

લો બોલો! રાજ્યમાં સરેરાશ 10 લાખની વસ્તીએ ફક્ત 6298ના ટેસ્ટ, ટેસ્ટીંગની દ્વષ્ટીએ દેશમાં ગુજરાત 13માં સ્થાને

pratik shah

કુવૈતે આ નિર્ણય લઈ લીધો તો 8 લાખ ભારતીયોને થશે અસર, ભારત આવવું પડશે પરત

pratik shah

ભારતની સૌથી મોટી કૂટનીતિક જીત : LAC પર એક કિલોમીટર પાછળ હટી ચીની સેના, ગલવાન ઘાટી પાસે બન્યો બફરઝોન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!