GSTV
Gujarat Government Advertisement

Startups માટેના નિયમો થયા સરળ, 1 કલાકમાં થઈ શકશે કામ

Last Updated on May 28, 2019 by

વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રાલય સ્ટાર્ટઅપ કંપનીઓ માટે જીએસટી દાખલ કરવા, કર રિટર્ન ભરવા જેવા અનેક નિયમોનું પાલન કરવામાં જે સમય લાગે છે તેમાં ઘટાડો કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંત્રાલયે સ્ટાર્ટઅપમાં દર મહિને અનુપાલનમાં લાગનાર સમયને ઘટાડીને ફક્ત એક કલાક કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રકારની દરખાસ્ત રજૂ કરવા અંગેની માહિતી એક અધિકારીએ અમને આપી. નવા ઉદ્યોગ સાહસિકોની નિયામકીય આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં લાગનાર સમયમાં શક્ય તેટલો ઘટાડો કરવા અંગેની વિચારણા કરવામાં આવી રહી છે.

સ્ટાર્ટઅપ કંપનીઓ નિયમનું પાલન કરવામાં વધુ સમય ના બગાડી પોતાના મુખ્ય કામ પર વધુ ધ્યાન આપી શકે માટે આ પ્રકારની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ ઉદ્યોગ તેમજ આંતરિક વેપાર સંવર્દ્ધન વિભાગ (ડીપીઆઈઆઈટી) તરફથી તૈયાર કરવામાં આવેલ સ્ટાર્ટ-અપ ઇંડિયા વિઝન-2024 નીતિ દસ્તાવેજનો એક ભાગ છે. એક અધિકારીએ જણાવ્યું કે નવોદિત ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ બનાવવામાં આવી છે. વર્તમાન સમયમાં સ્ટાર્ટઅપ કંપનીઓને દર મહિને જીએસટી દાખલ કરવા, કર રિટર્ન જમા કરવા અને અન્ય સ્થાનીય નિયમોનું પાલન કરવામાં વધારે સમય લાગવા સાથે વધુ રૂપિયા પણ ખર્ચ થાય છે.

સ્ટાર્ટઅપ કંપનીઓ માટે દર મહિને આ તમામ બાબતોનું પાલન કરવામાં જે વધારે સમયનો ભોગ આપવો પડે છે તેને ઘટાડીને એક કલાક કરવાની જરૂરત છે જેથી સ્ટાર્ટઅપ કંપની પોતાના કામ પર વધુ ધ્યાન આપી શકે. મંત્રાલયે મોકલેલ આ દરખાસ્તમાં કુલ 11 ઉપાયોનું સૂચન કરવામાં આવ્યું છે જેથી નિયામકીય ભાર હળવો કરી શકાય. આ સૂચનોમાં નાણાંકીય પ્રોદ્યોગિકી સ્ટાર્ટઅપ કંપનીઓને પડતી તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં લેવામાં આવી છે. આ દરખાસ્તનો હેતુ 2024 સુધી દેશમાં 50,000 નવી સ્ટાર્ટઅપ કંપનીઓ સ્થાપિત કરવા માટે સુવિધા આપવી અને 20 લાખ પ્રત્યક્ષ તેમજ અપ્રત્યક્ષ રોજગારના અવસર સર્જિત કરવાનો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બોલીવુડની આ હસ્તીઓ ક્રિપ્ટોકરન્સીમાં લેશે તેની ફી, આવું કરવા વાળા ભારતના પહેલા કલાકાર

Vishvesh Dave

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

અલર્ટ / ભૂલીને પણ ના કરો આ લિંક પર ક્લિક, નહીંતર થઇ જશો કંગાળ: SBIએ તેના ગ્રાહકોને આપી ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!