વાહનમાં સિમ કાર્ડ લગાવીને બિન્દાસથી આટાફેરા કરો, જેવો ચોર અડશે કે તરત જ મેસેજ આવી જશે

ઘણા લોકો બાઈક ક્યાંક મુકીને જાય પછી એને ચિંતા ખુબ થતી હોય છે કે મારી બાઈક કોઈક લઈ જશે તો. પણ હવે એ ચિંતાનો વિષય નથી રહ્યો અને આ સમાચારમાં તેનું સમાધાન છે. કારણ કે તમે તમારા વ્હિકલને મોબાઇલ સિમની મદદથી સુરક્ષિત કરી શકો છો. માર્કેટમાં હવે એવાં ઘણાં ડિવાઇઝ હાજર છે કે જેમાં સિમ લગાવીને તમે તમારી બાઇક, કાર કે પછી એક્ટિવામાં છુપાવી શકો છો. અને વ્હીકલ ચોરી થવાનો ડર બિલકુલ દૂર થઈ જશે.

ઇલેક્ટ્રોનિક ડિવાઇઝ બનાવતી કંપની iMarsએ માઇક્રો GPS ટ્રેકર લોન્ચ કર્યુ છે. જે સિમમાં લગાવી શકાય છે. તે બાદ તેને વ્હીકલની બેટરીથઈ કનેક્ટ કરી છુપાવી શકાય છે. હવે યૂઝરને તેનાં સ્માર્ટફોનનમાં તેનાથી જોડાયેલી એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. અને જ્યારે તમારા વગર કોઇ અન્ય ગાડીને ચલાવવા જાય છે તો તે આપનાં ફોન પર એલર્ટ મેસેજ મોકલે છે.

આ ડિવાઇઝમાં આપે એક માઇક્રો સિમ લગાવવાની છએ. ડિવાઇઝમાં 3 વાયર હશે જેમાંથઈ બે બેટરી અને એખ ઇઘ્નિશિયનમાં લગાવવાનાં રહેશે. તેમાં બ્લેક વાને બેટરીનાં નેગેટિવ, રેડને બેટરીનાં પોઝિટિવ પોઇન્ટ પર કનેક્ટ કરવાનાં રહેશે. અને ઓરેન્જ કલરના વાયરને ઇગ્નિશઇયનનાં નેગેટિવ પોઇન્ટ પર કનેક્ટ કરવાનાં રહેશે.

ગાડીમાં ડિવાઇઝને ફિટ કર્યા બાદ તેમાં સિમ લગાવી દો. તે બાદ ડિવાઇઝની લાઇટ ઓન થઇ જશે અને તે કામ કરવાનું શરૂ કરી દેશે. જે બાદ તમારે ડિવાઇઝનાં મેન્યુઅલમાં આપેલાં QR કોડને સ્કેન કરવાનો રહેશે પછી LKGPS એપની લિંક ઓપન થઇ જશે. આમ કર્યા બાદ એપને ઇન્સ્ટોગલ કરી લો અને પછી લોગઇન કરો. અહીંથી આપ ગાડીની લોકેશન ટ્રેક કરી શકો છો. એપમાં ગાડીની રીડિંગ પણ જોઇ શકો છો. ઉપરાંત ગાડીની સાથે કોઇ છેડછાડ થશે કે તમને મેસેજ આવી જશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter