હવે એવો જમાનો નથી કે તમે ભારે ભરખમ અને ચમકતા ડ્રેસીસ પેહરીને કોઈ ફેસ્ટિવલ ગેટ ટુ ગેધર કે પછી હેંગઆઉટ ઇન્જોય કરો. અત્યારે તો જમાનો છે સિમ્પલ અને સોબર છતાં ગોર્જિયસ અને એલિગન્ટ લુક આપતા વસ્ત્રોનો.
તમે કોઈ પણ સિરિયલમાં કે મૂવિમાં આ બાબત પડઘાતી જોઈ શકો છો. જેમા હવે યુવતીઓ કે મહિલાઓના પાત્રો એકદમ સરળ ડ્રેસિંગ કરે છે છતાં તેમની પર્સનાલિટી જાજરમાન લાગે છે. તમે જોયું હશે કે મોટા ભાગે બોલિવૂડ પાર્ટીમાં આવતી અભિનેત્રીઓ ઘણા સિમ્પલ લાગતા ક્લોથિંગ સાથે આવતી હોય છે પરંતુ તે હંમેશાં એક ચોકક્સ પ્રકારની સ્ટાઇલ જરૂર કેરી કરે છે
શહેર હોય કે ગામડા- મોટા ભાગની ફેશન ટેલિવૂડ અને બોલિવૂડમાંથી પ્રેરિત થઈને આવતી હોય છે અન યુવક યુવતીઓ પોતાના ગમતા કલાકારો જેવું ડ્રેસિંગ પસંગ કરે છે. આ અંગે નેહા સકસેનાએ જણાવ્યું હતું કે પહેલા એવું હતું કે હિરોઇનો પડદા પર જે પહેરે તે સામાન્ય જીવનમાં પહેલરવાનું યુવતીઓ યોગ્ય નહોતી માનતી.
પરંતુ અત્યારે ખાસ કરીને ટેલિવૂડમાં એવો ટ્રેન્ડ છે કે આઉટફિટ્સ એટલા સટલ બનાવવામાં આવે છે કે સામાન્ય યુવતીઓ પણ તેવા વસ્ત્રો ખરીદી શકે અથવા તો ડિઝાઇન કરાવડાવી શકે.
તમે રોજિંદા જીવનમાં પણ સ્કાર્ફ, જિન્સ, દુપટ્ટા, પર્સ, કોટ જેવી અલગ અલગ એક્સેસરીઝની મદદથી ગોર્જિયસ સ્ટાઇલિંગ કરી શકો છો