GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

ચોમાસામાં ફેશનેબલ પામેલાઓની પહેલી પસંદ છે સ્કર્ટ, ફિગર પ્રમાણે આ રીતે કરો સિલેક્ટ

ચોમાસાના આગમનની સાથે જ ફેશનેબલ યુવતીઓએ પોતાના જિન્સ અને કોટનના ડ્રેસ તથા ચુડીદાર કબાટમાં મુકીને સિન્થેટિક કપડાં તેમજ સ્ટાઇલિશ સ્કર્ટ પહેરવાનું શરૂ કરી દીધું છે. ચોમાસામાં કીચડ અને પાણી ભરેલા ખાડાઓવાળા રસ્તાઓ પરથી પસાર થવાનું હોવાના કારણે સ્કર્ટ આદર્શ પસંદગી પુરવાર થાય છે, પણ જો આધુનિકા આ સ્કર્ટની પસંદગી પોતાના ફિગર પ્રમાણે કરે તો જ તેની સગવડતાની સાથેસાથે સુંદરતામાં પણ વધારો થાય છે કારણ કે દરેક યુવતીનું શારીરિક બંધારણ અલગઅલગ હોય છે અને દરેક પ્રકારના સ્કર્ટ બધી વ્યક્તિ પર સારા નથી લાગતા.

જમરૂખના આકારનું ફિગર: જમરૂખના આકારનું ફિગર ધરાવતી યુવતીઓ આમ તો સપ્રમાણ હોય છે, પણ તેમના નિતંભ અને પૃષ્ઠભાગ પ્રમાણમાં ભારે હોવાના કારણે બધાનું ધ્યાન પહેલાં શરીરના આ હિસ્સામાં જ કેન્દ્રિત થતું હોય છે. સામાન્ય રીેત આવું ફિગર ધરાવતી યુવતીઓ સ્કર્ટ પહેરવાનું ટાળતી હોય છે, પણ આ ખોટી માન્યતા હોય છે. યોગ્ય કદ અને સ્ટાઇલનું સ્કર્ટ પહેરવામાં આવે તો ભારે નિતંબ અને પૃષ્ઠભાગને સંતાડીને સહેલાઈથી સ્ટાઇલિશ લુક મેળવી શકાય છે.

 જો તમારે પાતળા દેખાવું હોય તો ડાર્ક રંગના વસ્ત્રોની પસંદગી એકદમ યોગ્ય સાબિત થાય છે. જોકે એનો મતલબ એવો બિલકુલ નથી કે તમે હંમેશા કાળા રંગના કપડાંમાં જો જોવા મળો. કાળા રંગ સિવાય બોલ્ડ બ્રાઇટ પ્રિન્ટની સાથે એક જ રંગનું સાદું ટોપ એકદમ સરસ લાગે છે. આ સિવાય જો તમારો પૃષ્ઠભાગ અને નિતંબ ભરાવદાર હોય તો કમર ચોક્કસપણે પાતળી હોય છે અને આ પ્રકારની કમર ધરાવતી યુવતીઓને એ-લાઇનના સ્કર્ટ સારા લાગે છે. આ પ્રકારના સ્કર્ટ નિતંબ પાસેથી ઘેરદાર હોય છે જેના કારણે આ હિસ્સા તરફ કોઈનું ધ્યાન નથી ખેંચાતું. 

જો યુવતીનું ફિગર જમરૂખ આકારનું હોય અને તેની ઉંચાઈ પાંચ ફૂટ કે પછી એનાથી ઓછી હોય તો સ્કર્ટની ઉંચાઈ ઘુંટણ સુધી રાખવી જોઈએ અથવા તો પાની સુધીની સળંગ લંબાઈ ધરાવતું સ્કર્ટ પહેરવું જોઈએ. આ પ્રકારની લંબાઈને કારણે પગ દેખાય છે અથવા તો ઢંકાય છે, પણ જો પિંડી સુધીની લંબાઈનું સ્કર્ટ પહેરવામાં આવે તો અડધો પગ દેખાય છે અને અડધો ઢંકાય છે જેના કારણે ઓછી ઉંચાઈ ધરાવતી યુવતી વધારે નીચી લાગે છે. જો યુવતીની ઉંચાઈ વધારે હોય અને તેનું ફિગર જમરૂખના આકારનું હોય તો તે  કોઈપણ લંબાઈ ધરાવતુું સ્કર્ટ પહેરી શકે છે.

કમરના ભાગમાં ફિટિંગ ધરાવતું પણ પછી ભારે ઘેર ધરાવતું સ્કર્ટ પણ યોગ્ય પસંદગી સાબિત થાય છે. આ સ્કર્ટ ભરાવદાર નિતંબને સંતાડવા માટે યોગ્ય છે. આ સિવાય જે વ્યક્તિના નિતંબ અને પૃષ્ઠભાગ ભરાવદાર હોય તૈણે ટુંકા અને ટાઇટ સ્કર્ટ પહેરવાનું ટાળવંુ જોઈએ કારણ કે આ પ્રકારના સ્કર્ટ પહેરવાથી કોઈનું પણ વ્યક્તિનું ધ્યાન પહેરનારી વ્યક્તિના વાંધાજનક પૃષ્ઠભાગ પર જ કેન્દ્રિત થાય છે.

શરીરનો ઉપલો હિસ્સો ભરાવદાર હોય એવું ફિગરઃ જે યુવતીનો શરીરનો ઉપલો હિસ્સો ભરાવદાર હોય તે ક્યારેય ટાઇટ ફિટિંગના કપડાં નથી પહેરી શકતી કારણ કે આ પ્રકારના કપડાંમાં ક્યારેય સુંદર નથી લાગતી.

જો શરીરનો ઉપલો હિસ્સો ભરાવદાર હોય તો યુવતીએ હંમેશા ઢીલા ફિટિંગના ટોપ પર જ પસંદગીનો કળશ ઢોળવો જોઈએ તેમજ વજનદાર કાપડ અને મોટી પ્રિન્ટની પસંદગી કરવી જોઈએ. આ પ્રકારના ટોપ સાથે એ-લાઇનનું સ્કર્ટ પહેરવાથી બોડી રેશિયો જળવાઈ રહે છે અને ભરાવદાર ઉપલા હિસ્સા પર કોઈનું ધ્યાન નથી જતું. આ સિવાય સ્કર્ટની પસંદગી વખતે ખભા પર પેડ હોય એવા કે પછી વધારે પડતા ઉંડા ગળાવાળા અને બોટ નેક ટોપની પસંદગી ક્યારેય ન કરવી જોઈએ.

પાતળું અને નાજુક ફિગર: પાતળું અને નાજુક ફિગર ધરાવતી યુવતીની દેહયષ્ટિ હંમેશા બીજી યુવતીના ઇર્ષાનું કારણ બને છે. તેમના પર દરેક પ્રકારના સ્કર્ટ અને ફિટિંગ સારા લાગતા હોવાના કારણે તેમને પસંદગીનો બહોળો અવકાશ મળે છે.

આ પ્રકારનું ફિગર ધરાવતી યુવતીને લગભગ બધા રંગ સારા લાગે છે અને બ્રાઇટ તથા પેસ્ટલ રંગોમાં તેનું સૌદર્ય વધારે ખિલી ઉઠે છે. આ પ્રકારનું ફિગર ધરાવતી વ્યક્તિએ ડાર્ક અથવા તો કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ કારણ કે એમાં તે વધારે પાતળી લાગવાથી ક્યારેક બીમાર જેવો લુક પણ આવી શકે છે.

ડેનિમ કે કોટનનું શોર્ટ સ્કર્ટ આ પ્રકારનું ફિગર ધરાવતી યુવતીની પાતળી કમર અને સપ્રમાણ નિતંબને આકર્ષક અંદાજમાં દર્શાવે છે. આ પ્રકારના સ્કર્ટ ઉંચી અને નીચી બન્ને પ્રકારની યુવતીઓને સારા લાગે છે. આ પ્રકારના સ્કર્ટ સાથે ટી-શર્ટ અને ફ્લીપ ફ્લોપ ચંપલથી કેઝયુઅલ લુક મેળવી શકાય છે.

પેન્સિલ સ્કર્ટ તેમજ ચપોચપ ટોપ અથવા તો ઘુંટણથી સ્હેજ ઉપર હોય એવા ચપોચપ ડ્રેસ પાતળું અને નાજુક ફિગર ધરાવતી યુવતીઓને બહુ સારા લાગે છે. નાજુક ફિગર ધરાવતી વ્યક્તિને બલુન સ્કર્ટ અને ડ્રેસ પણ સરસ લાગે છે. આ પ્રકારના બલુન સ્કર્ટ સાથે ફિટિંગવાળું ટોપ કમ્પ્લીટ લુક આપે છે.

પહોળું અને ખડતલ ફિગર: ઘણી યુવતીઓ જાડી નથી હોતી અને તેના બધા અંગો પણ સપ્રમાણ હોય છે. જોકે તેમની હાડકાની ફ્રેમ જ પહોળી હોવાના કારણે તેમનું ફિગર પહોળું અને ખડતલ લાગે છે. જે યુવતીઓ આ પ્રકારનું ફિગર ધરાવતી હોય તેમણે મુંઝાવાની કોઈ જરૂર નથી કારણ કે તેમના માટે પણ એવી કેટલીક સ્ટાઇલ છે જે તેમની સંુદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે.

આ પ્રકારનું ફિગર ધરાવતી યુવતીઓને બહુ ઢીલાં નહી અને બહુ ટાઇટ નહીં એવા મધ્યમ કપડાં સારા લાગે છે. આ પ્રકારનું સેમી ફિટેડ ટોપ તથા એ લાઇન સ્કર્ટનું કોમ્બિનેશન પહોળા ફિગર ધરાવતી યુવતી માટે એકદમ શ્રેષ્ઠ છે. જો આ સ્કર્ટ ગોઠણ પાસેથી સ્હેજ ઘેરવાળું હોય તો એના કારણે સુંદરતામાં ભારે વધારો થઈ જાય છે.

ફોર્મલ ડ્રેસની પસંદગી કરતી વખતે ડાર્ક રંગના ડ્રેસની પસંદગી કરવી જોઈએ જેથી યુવતી થોડી પાતળી દેખાઈ શકે. આ ફોર્મલ ડ્રેસ થોડા ઘેરવાળા હોવા જોઈએ જેથી યુવતીને થોડો નાજુક અને યુવાસહજ લુક મળે. ઘણીવાર ફોર્મલ ડ્રેસમાં પાતળી કમર પર જાડો બેલ્ટ બાંધવાથી શરીરના આકર્ષક ભાગ પર બધાનું ધ્યાન કેન્દ્રિત કરીને ચરબીવાળા પેટ અને નિતંબ જેવા ભાગોને સંતાડી શકાય છે. 

જો તમારું ફિગર પહોળું અને ખડતલ હોય, પણ હાઇટ વધારે હોય તો આ વધારે હાઇટને હાઇલાઇટ કરવા માટે ઘુંટણ સુધીના સ્કર્ટ પર પસંદગી ઢોળવી જોઈએ, પણ જો તમારા નિતંબ ભરાવદાર અને પહોળા હોય તો ટુંકા સ્કર્ટ ન પહેરવા જોઈએ.

Read Also

Related posts

રણબીર કપૂરને કારણે બની રણવીર સિંહની કારકિર્દી, જાણો શું છે તેની પાછળનું રહસ્ય?

Arohi

સરકારે બદલી નાખ્યો છે PPFનો આ નિયમ, ગ્રાહક આ રીતે ઉઠાવી શકે છે આ ખાસ સુવિધાનો લાભ

Arohi

15 કરોડના ગોલ્ડ સ્મલિંગનો રેલો કેરળના સીએમઓ સુધી પહોંચ્યો : એક આઈએએસ ઓફિસરને હટાવાયા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!