GSTV
Home » News » મીઠામાં રહેલી અદ્ભૂત શક્તિ જીવનમાં લાવશે સુખ-સમૃદ્ધિ

મીઠામાં રહેલી અદ્ભૂત શક્તિ જીવનમાં લાવશે સુખ-સમૃદ્ધિ

મીઠુ આપણા જીવનમાં બહુ ઉપયોગી છે અને તે એક વાત પરથી સમજી શકાય છે કે, ભોજનમાં મીઠુ ઓછુ હોય તો તે ફીકુ લાગે છે. તેમજ જો વધારે પડતુ મીઠુ હોય તો ભોજનનો સ્વાદ ખરાબ થઈ જાય છે. થોડુ મીઠુ તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. જ્યારથી મીઠાની શોધ થઈ છે, ત્યારથી એવું માનવામાં આવે છે કે, તેમાં નકારાત્મક ઉર્જા દૂર કરવાની અદ્ભુત શક્તિ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મીઠાથી ઘણા ચમત્કારી ઉપાયો પણ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મીઠુ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ વધારે છે. ક્યાં અને કેવી રીતે મીઠાનો ઉપયોગ કરવો જાણો.

– જો કોઈની નજર લાગી હોય તો એક ચપટી મીઠું લઈને ત્રણ વખત તેના પણ ફેરવીને બહાર ફેંકી દેવું. તેવું કહેવામાં આવે છે તેનાથી ખરાબ નજર ઉતરી જાય છે. 

– સપ્તાહમાં એક દિવસ પાણીમાં ચપટી મીઠું નાંખીને બાળકોને સ્નાન કરાવું, તેનાથી બાળકોને નજર નહીં લાગે અને સ્વાસ્થ સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. 

– વાસ્તુશાસ્ત્ર અનુસાર, કાચના ગ્લાસમાં મીઠું ભરીને શૌચાલયમાં રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે. હકીકતમાં મીઠું અને કાચ બંને રાહુની વસ્તુ છે અને તે રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરે છે. 

– જો રાહુ, કેતુની ખરાબ દશા ચાલી રહી હોય અથવા મનમાં ખરાબ વિચારો આવતા હોય તો કાચના વાસણમાં મીઠું ભરીને ઘરનાં કોઈ પણ ખુણામાં રાખવું. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 

– વાસ્તુશાસ્ત્ર અનુસાર, રોક સોલ્ટ લેમ્પનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે. તે પરિવારની વચ્ચે તાલ-મેલ અને સુખ-સમૃદ્ધિ વધારે છે અને સ્વાસ્થ સંબંધી તમામ સમસ્યાને દૂર કરે છે.

Read Also

Related posts

નીતિનભાઈના મહેસાણામાં પાણીની રામાયણ, 3 દિવસ લાખો લોકોને નહીં મળે પાણી

Mayur

એમ.કોમની પરીક્ષામાં ગુજરાતી માધ્યમનું પેપર જ છાપવાનું રહી ગયું, છાત્રોએ આ રીતે આપી પરીક્ષા

Mayur

સાબુદાણા કડક રહેતા હોય કે ચીકણા પડી જતા હોય, ધ્યાનમાં રાખો પલાળવાની આ રીત, નહીં બગડે વાનગીઓ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!