GSTV
Home » News » પહેલા જ દિવસે ‘Simmba’ એ આ ત્રણ ફિલ્મોને પછાડી નાખી, કરી આટલા કરોડની કમાણી

પહેલા જ દિવસે ‘Simmba’ એ આ ત્રણ ફિલ્મોને પછાડી નાખી, કરી આટલા કરોડની કમાણી

વર્ષની સૌથી મોટી ફિલ્મ ગણવામાં આવતી સિમ્બા રિલીઝ થઈ ચુકી છે અને રિલીઝ થવાની સાથે જ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી પણ કરી લીધી છે. રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર સિમ્બાની ચર્ચા પાછલા કેટલાય સમયથી થઈ રહી હતી. લોકોની સાથે રણવીર અને સારાને પણ આ ફિલ્મ પાસે ધણી આશા હતી. ફિલ્મે રિલીઝ થતાની સાથે પહેલા દિવસે આશા પ્રમાણે શાનદાર કમાણી પણ કરી. રિપોર્ટ્સ પ્રમાણે પહેલા જ દિવસે આ ફિલ્મે 25 કરોડની કમાણી કરી લીધી છે અને આ સાથે જ ઓપનિંગ ડે પર વધુ કમાણી કરનારી પેડમેન, ઝીરો અને સ્ત્રી જેવી મોટી ફિલ્મોને પાછળ મુકી દીધી છે.

તમને જણાવી દઈએ કે પેડમેને પહેલા જ દિવસે 10.26 કરોડ, ઝીરોએ 20.14 અને સ્ત્રીએ 6 કરોડની કમાણી કરી હતી. પરંતુ હવે રણવીરે વર્ષના અંતમાં ત્રણેય ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પહેલા દિવસની કમાણી જોતા માનવામાં આવી રહ્યું છે કે સિમ્બા પોતાના પહેલા અઠવાડિયામાં જ 100 કરોડની કમાણીના આંકડાને પાર કરી દેશે. કરણ જોહરના પ્રોડક્શન અને રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ એક્શન રોમેન્ટિક ફિલ્મ છે.

Simmba Movie Review

રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બા આખરે રિલિઝ થઇ ગઇ છે. રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી સિમ્બામાં રણવીર સિંહ પોતાના ફેન્સને પોલીસના રૂપમાં શાનદાર ભેટ આપી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘મસાલા એન્ટરટેઇનમેન્ટ’ કહી શકાય. સિમ્બામાં અજય દેવગણ અને અક્ષય કુમારનો કેમિયો આ ફિલ્મને ચાર ટાંદ લગાવી દે છે. સિમ્બામાં એક્શન સાથે કોમેડીનો જબરદસ્ત તડકો છે. સ્ક્રીન પર સિમ્બા અને સિંઘમની જોડી જોઇને દર્શકો ખુશ થઇ જશે.

સ્ટોરી

સિંઘમ ફિલ્મના બાજીરાવ સિંઘમના ગામ શિવગઢનો રહેવાસી અનાથ છોકરો સંગ્રામ ભાલેરાવ ઉર્ફ સિમ્બા (રણવીર સિંહ) બાળપણથી જ પોલીસ ઑફિસર બનવા માગે છે. પોલીસની વર્દી દ્વારા ઢગલો રૂપિયા કમાવા ઇચ્છે છે. આ જ લાલચમાં સિંબાની પોસ્ટિંગ ગોવાના મિરામાર વિસ્તારમાં કરવામાં આવે છે. જ્યાં દુર્વા રાનાડે (સોનુ સુદ)નું રાજ છે. જેના રસ્તામાં જો કોઇ આવે તો તે તેને છોડતો નથી.

તેવામાં વધુ પૈસા કમાવાની લાલચમાં સિમ્બા દુર્વા સાથે હાથ મિલાવે છે અને કાળી દુનિયા પર રાજ કરવાના સપના જોવા લાગે છે. આ વચ્ચે જ સિમ્બાની મુલાકાત પોલીસ સ્ટેશન સામે કેન્ટીન ચલાવતી શગુન (સારા અલી ખાન) સાથે થાય છે અને ધીમે ધીમે તેમની વચ્ચે પ્રેમના ફણગા ફૂટે છે.

ફિલ્મની સ્ટોરી આગળ વધે છે અને એક એવી ઘટના ઘટે છે જેના કારણે એક લાલચી પોલીસ ઑફિસર પ્રામાણિક બની જાય છે. એકબીજાને ભાઇ માનતા સિમ્બા-દુર્વા દુશ્મન બની જાય છે. આગળની સ્ટોરી જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડાયરેક્શન

એક્શ અને કોમેડીમાં રોહિત શેટ્ટીએ મહારત હાંસેલ કરી છે. સિમ્બાનો ફર્સ્ટ હાફ કોમેડીથી ભરપૂર છે. જ્યારે બીજા હાફમાં તમને જબરદસ્ત એક્શન જોવા મળશે. ફિલ્મમાં રણવીરને સિમ્બાના રોલમાં જોઇને તમે ઇમ્પ્રેસ થઇ જશો. ફિલ્મની સ્ટોરી નબળી છે તેમ છતાં રોહિતની આ ફિલ્મ સિંગલ સ્ક્રીન પર ધમાલ મચાવશે.

એક્ટિંગ

સિમ્બાના રોલમાં રણવીર સિંહને જોવો દર્શકોને પસંદ આવશે. ફિલ્મમાં તેનો રોલ કમ્પ્લીટ પેકેજ લાગશે. ફિલ્મમાં સારા અલી ખાન વધુ સમય માટે નથી દેખાતી પરંતુ સારા ફિલ્મમાં એક અલગ જ રંગ ઉમેરે ચે. સોનૂ સુદ અને આશુતોષ રાણા પોતાના કેરેક્ટરમાં દમદાર લાગી રહ્યાં છે. સિદ્ધાર્થ જાધવ પણ પોતાના શાનદાર કોમિક ટાઇમિંગથી તમને ખૂબ જ હસાવશે.

Read Also

Related posts

1 ડિસેમ્બરથી બે ગણો ભરવો પડશે ટોલટેક્સ, જલદી કરી લો આ કામ

Arohi

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ ફરજિયાત લગાવવી પડશે, સરકારે શરૂ કર્યા નવો નિયમ

Dharika Jansari

એનઆરસી દેશભરમાં લાગુ થશેના અમિત શાહના ખુલાસા બાદ મમતાએ ભણ્યો નનૈયો, અમે નહીં કરીએ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!