રીલીઝ થતાં જ ‘સિમ્બા’ સાથે થયું કંઇક એવું જે રણવીરે વિચાર્યુ પણ નહી હોય

રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ સિમ્બા બૉક્સ ઑફિસ પર રીલીઝ થઇ ગઇ છે. રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ સિમ્બાને કરણ જોહર અને અપૂર્વ મહેતાએ પ્રોડ્યુસ કરી છે. સિમ્બા 2015માં રીલીઝ થયેલી જુનિયર NTRની તેલુગુ ફિલ્મ ટેમ્પરની હિન્દી રિમેક છે. કોપ ડ્રામા મૂવીમાં દર્શકોને એન્ટરટેઇનમેન્ટનો ફુલ ડોઝ મળશે. તેમાં રોમાન્સ, ડ્રામા, થ્રિલ, એક્શન સહિતના તમામ પાસાઓ સુંદર રીતે વણી લેવામાં આવ્યાં છે.

જણાવી દઇએ કે રણવીર સિંહ અને સારા અલી ખાનની આ ફિલ્મ ઓનલાઇન લીક થઇ ગઇ છે. Filmywap અને TamilRockers ફિલ્મોને લીક કરનારી સૌથી મોટી પાઇરેટેડ વેબસાઇટ્સ છે. આ બંને સાઇટ્સ સાઉથ સિનેમાની ફિલ્મોને લીક કરવા માટે જાણીતી છે. તેવામાં રીલીઝના થોડા જ સમય બાદ સિમ્બાને ઓનલાઇન લીક કરવામાં આવી હતી. ફિલ્મને અનેક પાઇરેટેડ વેબસાઇટ્સ ફ્રીમાં જોવાની સાથે ડાઉનલોડ કરવાનો દાવો કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બંને વેબસાઇટ્સ ફિલ્મને ટૂંક સમયમાં લીક કરી શકે છે.

જણાવી દઇએ કે રોહિત શેટ્ટીના ડાયરેક્શનમાં બનેલી સિમ્બામાં રણવીર સિંહ પોતાના ફેન્સને પોલીસના રૂપમાં શાનદાર ભેટ આપી છે. રોહિત શેટ્ટીની ફિલ્મ ‘મસાલા એન્ટરટેઇનમેન્ટ’ કહી શકાય. સિમ્બામાં અજય દેવગણ અને અક્ષય કુમારનો કેમિયો આ ફિલ્મને ચાર ટાંદ લગાવી દે છે. સિમ્બામાં એક્શન સાથે કોમેડીનો જબરદસ્ત તડકો છે.

સ્ક્રીન પર સિમ્બા અને સિંઘમની જોડી જોઇને દર્શકો ખુશ થઇ જશે. સિમ્બાના રોલમાં રણવીર સિંહને જોવો દર્શકોને પસંદ આવશે. ફિલ્મમાં તેનો રોલ કમ્પ્લીટ પેકેજ લાગશે. ફિલ્મમાં સારા અલી ખાન વધુ સમય માટે નથી દેખાતી પરંતુ સારા ફિલ્મમાં એક અલગ જ રંગ ઉમેરે ચે. સોનૂ સુદ અને આશુતોષ રાણા પોતાના કેરેક્ટરમાં દમદાર લાગી રહ્યાં છે. સિદ્ધાર્થ જાધવ પણ પોતાના શાનદાર કોમિક ટાઇમિંગથી તમને ખૂબ જ હસાવશે.

એક્શ અને કોમેડીમાં રોહિત શેટ્ટીએ મહારત હાંસેલ કરી છે. સિમ્બાનો ફર્સ્ટ હાફ કોમેડીથી ભરપૂર છે. જ્યારે બીજા હાફમાં તમને જબરદસ્ત એક્શન જોવા મળશે. ફિલ્મમાં રણવીરને સિમ્બાના રોલમાં જોઇને તમે ઇમ્પ્રેસ થઇ જશો. ફિલ્મની સ્ટોરી નબળી છે તેમ છતાં રોહિતની આ ફિલ્મ સિંગલ સ્ક્રીન પર ધમાલ મચાવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter