GSTV
Business Trending

દેશની આ પ્રાઈવેટ બેન્કે આપી ચેતવણી! સોશિયલ મીડિયા પર મોબાઈલ નંબરનો ન કરો ખુલાસો, મિનિટોમાં ખાલી થઈ જશે તમારું બેન્ક એકાઉન્ટ

દેશની મોટી પ્રાઈવેટ બેન્ક ICICI બેન્કે પોતાના કરોડો ગ્રાહકોને સિમ સ્વૈપ ફોર્ડને લઈને એલર્ટ કર્યા છે. ICICI એ પોતાના ટ્વીટમાં કહ્યું છે કે, પોતાની કોન્ટેક્ટ માહિતીને પણ સાર્વજનિક રૂપથી કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર ન કરો. કારણ કે, આ એક સંવેદનશીલ વ્યક્તિગત જાણકારી છે, સુરક્ષિત રહો અને સેફ બેન્કિંગનો અભ્યાસ કરો. જણાવી દઈએ કે, ‘સિમ સ્વૈપ’ થકી થોડી જ મિનિટોમાં ખાતાના પૈસાને ચોરી લેવામાં આવે છે. તમે એ વાતનો અંદાજ પણ નથી લગાવી શકતા, પરંતુ ખાતુ સાફ થઈ ચૂક્યુ હોય છે. તો આવો જાણીએ શું છે Sim Swap અને તેનાથી કેવી રીતે બચી શકશો?

શું છે સિમ સ્વૈપ

મોબાઈલ ફોન એક સુવિધાજનક બેન્કિંગ ચેનલ છે. તમે મોબાઈલ પર નાણાકિય લેણદેણ માટે જરૂરી ખાતા-સંબંધી એલર્ટ, વન ટાઈમ પાસવર્ડ (OTP), યૂનિક રજિસ્ટ્રેશન નંબર (URN), 3D સિક્યોર કોડ વગેરે પ્રાપ્ત કરી શકો છો અને મોબાઈલના માધ્યમથી વિવિધ નાણાકિય પૂછપરછ કરી શકો છો.

નાણાકિય લેણદેણ કરવા માટે જરૂરી

સિમ સ્વૈપ/ એક્સચેન્જની હેઠળ, દગાખોર મોબાઈલ સેવા પ્રદાતાના માધ્યમથી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનું એક નવુ સિમકાર્ડ પ્રાપ્ત કરી લે છે. દગાખોરને નવા સિમ કાર્ડની મદદથી તમારા બેન્ક ખાતાનું નાણાકિય લેણદેણ કરવા માટે જરૂરી URN/OTP અને એલર્ટ મળી જાય છે અને ફરી તમારા એકાઉન્ટમાંથી પૈસા કાઢી લે છે.

સ્વિમ સ્વૈપથી બચો

સિમ સ્વૈપ ફ્રોડથી બચવા માટે શું કરશો?

  • જો તમારો નંબર કેટલાક કલાક માટે અચાનક કામ કરવાનું બંધ કરી દે છે તો તરત પોતાના ઓપરેટર પાસેથી તેનું કારણ જાણી લો.
  • સિમની પાછળ લખેલ 20 આંકડાનો સિમ નંબર કોઈની પણ સાથે શેર ન કરો. ધ્યાન રાખો કે, તમારી કંપની ક્યારેય પણ સિમ નંબર પૂછશે નહી.
  • જે મોબાઈલ નંબરથી તમારા બેન્ક ખાતા લિંક છે, તેને ક્યારેય પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડિસ્પ્લે ન કરો.
  • પોતાની બેન્કની સાથે ઈંસ્ટેંટ બેન્ક એલર્ટનું રજિસ્ટ્રેશન કરાવી લો.
  • જો કોઈ અજાણ્યા ઈ-મેલ અથવા ફોન કોલમાં તમારા એકાઉન્ટ અથવા મોબાઈલ નંબરની માહિતી માગવામાં આવે તો ક્યારેય પણ શેર ન કરો.
  • હંમેશા પોતાના બેન્ક સ્ટેટમેન્ટ અને ઓનલાઈન બેન્કિંગ લેણદેણ હિસ્ટ્રીની તપાસ કરો.
  • વધારે કોલ આવવા પર પોતાના મોબાઈલને સ્વિચ ઓફ કરવાથી શ્રેષ્ઠ છે કે કોલ ન રિસીવ કરો.

READ ALSO

Related posts

India vs Ireland/ પહેલી જ T20માં સંજુ સેમસનને ન મળ્યું પ્લેયિંગ 11માં સ્થાન, સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા

Damini Patel

બાળકે રડતા-રડતા પપ્પાને કરી મમ્મીની ફરિયાદ, છોકરાના મોટા-મોટા આંસુ જોઈ બધા ચોંકી ગયા

Damini Patel

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

Hardik Hingu
GSTV