GSTV
Auto & Tech Trending

BSNL ગ્રાહકોને આપી મોટી ભેટ! કંપનીની આ સ્કીમ હેઠળ ફ્રીમાં મળી રહ્યું છે સિમ કાર્ડ, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો

BSNL એ પોતાના ગ્રાહકો માટે ખુશખબરી લઈને આવ્યું છે. જ્યાં ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવા-નવા સસ્તા પ્લાન લાવી રહી છે. તો BSNL એ ફ્રીમાં સિમ આપવાની જાહેરાત કરી દીધી છે. જાણકારી માટે જણાવી દઈએ કે, હાલમાં BSNL દર સિમ કાર્ડ માટે 20 હજાર રૂપિયા ચાર્જ કરતી હતી, પરંતુ હવે લિમિટેડ ઓફર હેઠળ તે 14 નવેમ્બરથી 28 નવેમ્બરની વચ્ચે ફ્રીમાં BSNL સિમ કાર્ડ મેળવી શકે છે. આશા કરવામાં આવી રહી છે કે, એન્ટ્રી લેવલ બ્રોડબ્રાન્ડ પ્લાનને અપગ્રેડ કરવા સિવાય ગ્રાહકોને ફ્રીમાં સિમ આપવાની ઓફરથી BSNL ગ્રાહકોની સંખ્યા વધી શકે છે. તો આવો જાણીએ કેવી રીતે મળશે ફ્રીમાં સિમ કાર્ડ…

કેવી રીતે મળશે ફ્રીમાં SIM?

દરેક ટેલિકોમ કંપનીઓ હવે નવા સિમ કાર્ડના બદલામાં કંઈક ને કંઈક પૈસા વસૂલે છે અને તેને FRC એટલે કે, ફર્સ્ટ રિચાર્જમાં કપાવી લે છે. BSNL ગ્રાહક જો ફ્રીમાં સિમ કાર્ડ લેવા માગે છે તો તેમને પ્રથમ રિચાર્જ 100 રૂપિયાનું કરવાનું રહેશે.

દેશભરના BSNL ગ્રાહકો આ ઓફરનો ફાયદો ઉઠાવી શકે છે. BSNL ગ્રાહક પોતાના નજીકના BSNL સ્ટોર પર જઈને ફ્રીમાં સિમ કાર્ડ લઈ શકે છે અને પસંદીદા FRC કરાવી શકે છે.

અનલિમિટેડ કોલિંગનો બેનીફિટ

આ પહેલા BSNL એ 599 રૂપિયાની કિંમતનો નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ આ બ્રોડબેન્ડ પ્લાનનું નામ ‘Fiber Basic Plus’ રાખ્યો છે. આ પ્લાનમાં ગ્રાહકોને 60Mbps ની સ્પીડની સાથે 3300 GB ટેડા આપવામાં આવે છે. તેમા ડેટા લિમિટ ખત્મ થયા બાદ પ્લાનમાં મળનારી ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 2 Mbps થઈ જાય છે. ખાસ વાત એ છે કે, આ પ્લાનમાં યૂઝર્સને દેશભરમાં કોઈપણ નેટવર્ક માટે 24 કલાક અનલિમિટેડ કોલિંગનો બેનીફિટ આપવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

શું તમે ITR-U ફાઇલ કરવાનું ચૂકી ગયા છો ? તો તમારી પાસે છે માત્ર 2 દિવસની તક…

Padma Patel

લગ્નેત્તર સંબંધોને લઈને આલિયાએ પિતાને આપ્યો સાથ, લોકોએ લીધી આડે હાથ

Siddhi Sheth

Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે

Padma Patel
GSTV