GSTV

હવે દર 6 મહિને કરાવવું પડશે સિમ કાર્ડ વેરિફિકેશન, જાણી લો આ નવા નિયમો

Last Updated on July 22, 2020 by Karan

સિમ કાર્ડ વેરિફિકેશનમાં થનાર ફ્રોડને રોકવા માટે દૂરસંચાર વિભાગમાં જથ્થાબંધ ખરીદનાર અને કંપનીઓ માટે ગ્રાહક વેરિફિકેશનના નિયમોને કડક કરી દેવામાં આવ્યા છે. આ નવા નિયમો પ્રમાણે ટેલિકોમ કંપનીને નવા કનેક્શન આપતા પહેલા કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવી પડશે અને 6 મહીનામાં કંપનીનુ વેરિફિરેશન કરાવવું પડશે. કંપનીઓના નામ પર સિમ કાર્ડનો ફ્રોડ વધવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. Corporate Affairs મંત્રાલયે કંપનીના રજિસ્ટ્રેશનની તપાસ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દૂરસંચાર વિભાગે ટેલિકોમ ગ્રાહકોને વેરિફિકેશન પેનલ્ટીના નિયમોમા રાહત આપવાનો નિર્ણય કર્યો છે. દરેક નાની ભૂલ માટે ટેલિકોમ કંપનીઓ પર 1 લાખ રૂપિયાની પેનલ્ટી નહી લાગે.

કંપનીઓને 3 મહિનાનો સમય મળશે

સરકાર અત્યાર સુધી ગ્રાહક વેરિફિકેશનના નિયમોનુ પાલન નહી કરવા પર ટેલિકોમ કંપનીઓ પર 3 હજાર કરોડથી વધારેની પેનલ્ટી લાગી ચૂકી છે. દર 6 મહિનામાં કંપનીની લોકેશનનું વેરિફિકેશન કરાવવુ પડશે. કંપનીના વેરિફિકેશનના સમયે લોંગિટ્યૂડ લાટીટ્યૂડ અરજી ફોર્મમાં નાખવો પડશે. કંપનીએ કનેક્શન ક્યાં કર્મચારીને આપ્યુ છે,તેની જાણકારી પણ આપવી પડશે. નવા નિયમ લાગુ કરવા માટે ટેલિકોમ કંપનીઓને 3 મહિનાનો સમય મળશે.

આ પહેલા ટેલિકોમ કંપનીઓ માટે બદલ્યા હતા નિયમ

દૂરસંચાર વિભાગના ગ્રાહક વેરિફિકેશનના નિયમ સરળ કરી દીધા છે. વિભાગે પેનલ્ટીના નિયમોમાં ઢીલ આપી દીધી છે. હવે માત્ર અમુક કેસમાં જ 1 લાખ રૂપિયાની પેનલ્ટી લગાશે. પહેલા કંપનીને ગ્રાહક અરજી ફોર્મમાં દરેક ભૂલ પર 1 હજારથી 50 હજાર રૂપિયાની પેનલ્ટી આપવી પડતી હતી.

READ ALSO

Related posts

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana

ભારે હોબાળો/ દિલ્હીમાં બાળકીનું શંકાસ્પદ મોત, અરવિંદ કેજરીવાલ માંડ માંડ ઘરે પહોંચ્યા પણ એવું થયું કે સહેજમાં બચી ગયા

Harshad Patel

દેશના કરોડો કર્મચારીઓએ મોદી સરકારની લાજ બચાવી લીધી, લોકડાઉનમાં સરકારના એક નિર્ણયથી 34, 402 કરોડ રૂપિયા કામમાં આવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!