GSTV

હવે મોબાઇલના સિમકાર્ડની જેમ બદલી શકાશે સેટ-ટૉપ બૉક્સ કાર્ડ, આવી રહી છે આ નવી સિસ્ટમ

Last Updated on January 27, 2019 by Bansari

તમે કેબલ ઓપરેટર અથવા DTH કંપનીથી પરેશાન છો, તેમ છતાં તમે મોબાઇલ સિમની જેમ પોતાનો સર્વિસ પ્રોવાઇડર નથી બદલી શકતા. જોકે હવે આવી સ્થિતિ લાંબા સમય સુધી નહી રહે.  ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) 2019ના અંત સુધી એવી વ્યવસ્થા લાવવાની જઇ રહ્યુ છે જેનાથી તમે સેટ ટૉપ બોક્સ પણ તમારી મરજીની કંપનીનું કાર્ડ લગાવી શકશો, જેની મદદથી લાખો ગ્રાહકોને ઓપરેટર પસંદ કરવાની આઝાદી મળી જશે જેઓ હાલમાં ઓપરેટર્સથી પરેશાન છે. TRAIના ચેરમેને આ સંબંધમાં વાત કરતા જણાવ્યુ કે, ”હાલમાં આ અંગે કામ ચાલી રહ્યુ છે, આ થશે. નિશ્ચિત રહો. અમે ઇન્ટર ઓપરેબલ સેટ-ટૉપ બોક્સની વ્યવસ્થા કરી રહ્યા છીએ.”

DTH ઓપરેટર્સ અને કેબલ સર્વિસ પ્રોવાઇડર્સ TRAIના આ પગલાનો સતત વિરોધ કરી રહ્યા છે. આ જ કારણે TRAIને નવી વ્યવસ્થા લાગૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કોન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યૂશન કંપની સતત દલીલ કરતી રહે છે ઓપરેટર બદલવાની સુવિધા આપવાનું મુશ્કેલ છે કેમકે દરકે ઓપરેટર સેટ ટૉપ બોક્સ એનક્રિપ્ટેડ હોય છે અને તેમાં છેડછાડ કરવું એકબીજાને ટક્કર આપવા બરાબર છે. આ અંગે  દેશની સૌથી મોટી DTH સર્વિસ પ્રોવાઇડર્સ કંપની Dish TV અને Tata Skyને મોકલેલા સવાલનો કોઇ જવાબ મળ્યો નથી.

જોકે કોન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યૂશન ઇન્ડસ્ટ્રીના અધિકારી જણાવે છે કે, તમામ સેટ ટૉપ બોક્સમાં અલગ-અલગ પ્રકારના સોફ્ટવેર હોય છે, જેના કારણે બીજી કંપનીની સેવાઓ માટે ઉપયોગ ના કરી શકાય.  જોકે TRAIના ચેરમેન અનુસાર, ”સેટ ટૉપ બોક્સને પહેલાથી કોઇ ખાસ કંપની સોફ્ટવેર લોડ કરીને વેચવાની જગ્યાએ એવી રીત અપનાવવામાં આવશે જેમાં બોક્સ ખરીદ્યા પછી સોફ્ટવેર ડાઉનલોડની અનુમતિ હોય. દાખલા તરીકે જો ગ્રાહક માર્કેટમાંથી ન્યૂટ્રલ સેટ ટૉપ બોક્સ ખરીદશે જે કોઇ એક કંપનીનું નહી હોય, જે પછી કોઇ પણ કંપનીની સેવાનો ઉપયોગ કરશે, તેનું સોફ્ટવેર  બોક્સમાં ડાઉનલોડ કરવાનું રહેશે.”

TRAIના ચેરમેને આગળ કહ્યુ કે, આ માટેનું સમાધાન નીકાળવા માટે સરકારી એજન્સીની સાથે બહારની સલાહકારોની સાથે વાતચીત ચાલી રહી છે. આ એક ટેક્નિકલ સમસ્યા છે આ કારણે તેના કામમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઑફ ટેલિમૈટિક્સ (CDoT) અને બીજા સંસ્થાનોને શામેલ કરીને રાખવા પડશે.”

જ્યારે TRAIના ચેરમેનને પૂછવામાં આવ્યુ કે, ”શું આ કામ વર્ષના અંત સુધીમા ખત્મ થઇ જશે?” ત્યારે જવાબ આપતા જણાવ્યુ કે, ”પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યુ છે. જોકે વાસ્તવમાં જેટલું વિચાર્યુ છે, તેનાથી વધારે સમય લાગી રહ્યો છે, કામ ચાલુ છે આશા છે કે વર્ષના અંત સુધીમાં આ કામ પૂરી થઇ જાય”

હાલમાં દેશમાં 16 કરોડ પે-ટીવી સબસ્ક્રાઇબર્સ છે, જે વધારે સેટ ટૉપ બોક્સ કંપની સાથે બંધાયેલા છે. જોકે બીજી કંપનીની સેવા માટે ફરી નવું DTH ખરીદવું પડશે, આ માટે ખરાબ સર્વિસ હોવા છતાં લોકો તે કંપની સાથે જોડાયેલા રહે  છે. પરંતુ એક વખત પોર્ટેબલિટીની સુવિધા આવી જશે તો સેટ ટૉપ બોક્સ મોબાઇલ ડિવાઇસ જેવું થઇ જશે જેમાં ગ્રાહક ઇચ્છે તે કંપનીનું કનેક્શન લઇ શકશે.

Read Also

Related posts

પોર્નોગ્રાફી કેસ/ રાજ કુંદ્રાના કાનપુર કનેક્શનમાં વધુ એક ખુલાસો, કુંદ્રાના નિક્ટવર્તી શખ્સની ખાસ હતી મહિલા

Damini Patel

બ્રિટીશ મિલિટરીમાં મહિલાઓની પજવણી, નવાં સંસદીય રિપોર્ટમાં આ મોટો મુદ્દે ખુલાસો

Damini Patel

લૉકડાઉનમાં ઓનલાઇન એજ્યુ.ની સાઇડ ઇફેક્ટ, વિદ્યાર્થીઓ વાંધાજનક કન્ટેન્ટ આપતી એપ્લિકેશનના બંધાણી બની ગયા!

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!