GSTV

કારની પાઈપમાંથી પોલીસને એવું મળ્યું કે લોટરી લાગી ગઈ, 10 કરોડનો થયો ફાયદો

પશ્ચિમ બંગાળના સિલિગુડી વિસ્તારમાં લાખ્ખો રૂપિયાનું વિદેશી ચલણ પકડાયા બાદ હવે કરોડો રૂપિયાની કિંમતનુ્ં સોનું ઝડપાયું હતું. સોમવારે 11 નવેંબરે સિલિગુડી-દાર્જિલિંગ વિસ્તારમાં શંકાસ્પદ જણાતી એક વેગન આર કારને ડિપાર્ટમેન્ટ ઑફ રેવેન્યુ ઇન્ટેલિજન્સના સ્થાનિક અધિકારીઓએ અટકાવી હતી. કારની તલાશી લેતાં કારની પાઇપમાં સોનાના 101 બિસ્કીટ અને નવ બાર પકડાયા હતા.

કારમાં બે જણ બેઠેલા હતા જેમણે પોતાનાં નામ આમિર ખાન અને મુહમ્મદ ફિરોઝ જણાવ્યા હતા. આ સોનાનું વજન પચીસ કિલો 766 ગ્રામ થતું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ સોનાની કિંમત આશરે સવા દસ કરોડ રૂપિયા થવા જતી હતી. સોનાનાં બિસ્કીટ અને બાર કપડામાં વીંટાળેલા હતા.

આ બંનેની પૂછપરછ કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે આ સોનું મ્યાંમાર (અગાઉનું બર્મા)થી આવતું હતું. આ સોનું સિલિગુડીમાં એક વ્યક્તિને આપવાનું હતું. બંનેની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમન જામીન અરજી રદ કરતાં બંનેને કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

READ ALSO

Related posts

સાવધાન/ અત્યાર જ આપના મોબાઈલ કરો ચેક, નવા નામ સાથે આવી ગયા છે ચાઈનીઝ એપ

Pravin Makwana

નેપાળે ફરી દેખાડી ભારતને આંખો, કંઇ પણ ભારત કરી લે ચીન સાથે અમારા સંબંધો અતૂટ

Mansi Patel

મોદી સરકારે તહેવારોમાં રોકડની તંગી નિવારવા લીધો આ નિર્ણય, બેન્કોને આપશે આટલા કરોડ રૂપિયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!