GSTV

USએ Tibetને લઈને ચીનને આપ્યો 60 વર્ષનો સૌથી મોટો ઝટકો, હવે શું કરશે જિનપિંગ

અમેરિકાતિબ્બતને લઈને ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે અને ચીનને 60 વર્ષમાં મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ પહેલી વખત સેન્ટ્રલ તિબ્બત એડમિનિસ્ટ્રેશનના પ્રધાનમંત્રી લોબસાંગ સાંગેને વ્હાઈટ હાઈસમાં આવવાનું આમંત્રણ પાઠવ્યું છે. તે બાદ ડો. સાંગે શનિવારે બપોરે વ્હાઈટ હાઈસ પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના આ પગલાથી ચીનની જિનપિંગ સરકાર ભડકી શકે છે.

60 વર્ષથી આ કારણે મોકલ્યું ન હતુ આમંત્રણ

અમેરિકાએ ક્યારેય પણ તિબ્બત સરકાર કે તેના નેતાઓને કુટનીતિક રૂપે મહત્વતા આપી ન હતી. આ કારણે પાછલા 6 દાયકામાં સીટીએના પ્રમુખને અમેરિકી વિદેશ વિભાગ અને વ્હાઈટ હાઉસમાં પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યો હતો. આજની યાત્રામાં સીટીએ અને તેના રાજકીય પ્રમુખ બંનેને લોકતાંત્રિક પ્રણાલીને મંજૂરી આપી છે.

અત્યારસુધી ગુપ્ત રીતે થતી હતી મુલાકાત

ડો. સાંગે શનિવારે વ્હાઈટ હાઉસના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. જો કે આ તેની પહેલી મુલાકાત નથી. વર્ષ 2011માં સીટીએના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડો. સાંગે છેલ્લા 10 વર્ષમાં ડઝન કરતા પણ વધારે વખત વ્હાઈટ હાઉસના અધિકારીઓની સાથે ગુપ્ત મુલાકાતો કરી ચુક્યાં છે. જો કે આ વખતે સીધું વ્હાઈટ હાઉસ આવવા માટેનું આમંત્રણ મળ્યું છે. જે આવનારા સમયમાં અમેરિકાની સાથેના સારા સંબંધોના સંકેતો આપી રહ્યાં છે.

ચીનની સાથે અમેરિકાના ખરાબ થઈ શકે છે સંબંધો

અમેરિકાના આ નિર્ણય બાદ ચીનની સાથે તેના સંબંધો ખરાબ થઈ શકે છે. કારણ કે, ચીન હંમેશાથી તિબ્બતને પોતાનો ભાગ બતાવી રહ્યું છે અને હવે અમેરિકા છ દાયકા બાદ તિબ્બતની નિર્વાસિત સરકારને માન્યતા આપી રહી છે.

Related posts

ભરૂચ/ જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં કોવિડના નિયમોના ઉડ્યા ધજાગરા

pratik shah

84 દિવસની વેલિડિટી સાથે મેળવી શકો છો 5GB ડેટા, આ ટેલિકોમ કંપની લોન્ચ કર્યો નવો પ્લાન

Mansi Patel

કેન્દ્રનો આદેશ / 30 જાન્યુઆરી 11 વાગ્યે 2 મિનિટ માટે થંભી જશે દેશ, ઓફિસોથી લઈને રોડ પરના વાહનોના થંભી જશે પૈડાં

Karan
Do NOT follow this link or you will be banned from the site!