GSTV

સિક્કિમ વિવાદ : ડોકલામ મુદ્દે કૂટનીતિક પહેલના પ્રયાસ, ચીને આપ્યા સંકેત

ડોકલામ મામલે ભારત અને ચીન સામ-સામે છે ત્યારે બન્ને દેશોએ પડદા પાછળ કૂટનીતિક પહેલના પ્રયાસ કર્યા છે. ચીને આ સપ્તાહે બેઇજિંગમાં યોજાનારી બ્રિક્સ એનએસએ બેઠક દરમિયાન બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે બેઠકનો સંકેત આપ્યો છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગએ સોમવારે કહ્યું કે બ્રિક્સ એનએસએની બેઠક દરમિયાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સ્ટેટ કાઉન્સેલર યેન જેઇચી વચ્ચે મુલાકાત થઇ શકે છે.

લુ કાંગે કહ્યું કે તેઓ આ બેઠકની પુષ્ટી કરી રહ્યા નથી પરંતુ પહેલા પણ આવી દ્રિપક્ષીય બેઠકો યોજાઇ ચુકી છે. કાંગે કહ્યું કે મારી પાસે કોઇ યોગ્ય જાણકારી નથી પરંતુ જ્યાં સુધી ગત બેઠકોની વાત છે તો મેજબાન દેશે પ્રતિનિધિમંડળના પ્રમુખોની દ્વિપક્ષીય બેઠક આયોજીત કરી હતી.

આ બેઠક દરમિયાન પ્રતિનિધિમંડળના સભ્યોએ આપસી સંબંધો, બ્રિક્સમાં આપસી સહયોગ જેવા મુદ્દા પર વાતચીત કરી હતી. મહત્વપૂર્ણ છે કે અજીત ડોભાલ બ્રિક્સ એનએસએની બેઠકમાં ભાગ લેવા માટે ચીન જવાના છે. આ બેઠક 27 અને 28 જુલાઇએ યોજાવાની છે. ડોભાલ અને યેન ભારત તથા ચીન તરફથી સરહદ મુદ્દે વાત કરવા માટે વિશેષ પ્રતિનિધિ છે.

Related posts

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi

એપ્રિલના અંતમાં ચીનમાં ફરીવાર ત્રાટકશે કોરોના, સંકટ નથી ટળ્યું હજુ

pratik shah

ચીનના વુહાનમાં ફરી Coronaની દસ્તક, આ વખતે અહીંથી આવ્યો છે વાયરસ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!