વિશ્વના પ્રથમ ઓર્ગેનિક સ્ટેટનો આ રાજ્યને મળ્યો દરજ્જો : 25 દેશોના 54 રાજ્યોને પછાડ્યા

કૃષિ વિશ્વમાં અગ્રેસર ગુજરાતની બહુનામના વચ્ચે અાજે અેક અંગૂઠા જેવા અને ભારતના બીજા નંબરના સૌથી નાના રાજ્યઅે વિશ્વમાં ભારતની કિર્તી વધારી છે. અોર્ગેનિક ખેતીમાં 25 દેશ અે 54 રાજ્યોને પાછળ છોડી અા રાજ્યઅે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ અોર્ગેનિક ખેતીનો અેવોર્ડ જીત્યો છે. જે અંગે ખાસ કોઈ ચર્ચા થઈ નથી કારણ કે અા પૂર્વેોત્તર રાજ્ય છે. દેશમાં પ્રથમ ક્રમાંકના અોર્ગેનિક રાજ્યનું બહુમાન ધરાવતા સિક્કીમે વિશ્વમાં પ્રથમ નંબરનું સ્થાન હાંસલ કર્યું છે. અોર્ગેનિક ખેતીમાં ભારતના આ રાજ્યોનો જોટો જડે તેમ નથી.

ભારત એે વિશાળ જમીન અને વિવિધતાભરી આબોહવા ધરાવતો દેશ હોવાથી ઓર્ગેનિક ફાર્મિંગ માટે ખૂબ સારી અનુકૂળતા ધરાવે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી ખેતીની જમીનને નુકસાન થાય છે. ખેતી અને ખેડૂતો બંને દેવાળિયા થઈ રહ્યા હોવાનું હવે ધીરેધીરે સમજાયું હોવાથી વધુ ને વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. ખેડૂતોને ઓર્ગેનિક ચીજોના ઊંચા ભાવ મળી રહ્યા છે તે પણ ખેડૂતો માટે એક આકર્ષણ છે. ભારતમાં આશરે રૂ.બે લાખ કરોડનું ઓર્ગેનિક ઉત્પાદનનું માર્કેટ છે. ગુજરાતનાં અનેક મોટાં શહેરોમાં હવે ઓર્ગેનિક મૉલ ઊભા થઈ રહ્યા છે.

સિક્કિમ હાલમાં વાર્ષિક ૮ લાખ ટન ઓર્ગેનિક પેદાશો ઉત્પન્ન કરે છે, જે ભારતના કુલ ઓર્ગેનિક ઉત્પાદનનો ૬૫% હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૬માં સિક્કિમ લગભગ ૭૫ હજાર હેક્ટર ખેતી લાયક જમીનમાં ફક્ત ઓર્ગેનિક ઉત્પાદન કરીને ભારતનું પ્રથમ ૧૦૦% ઓર્ગેનિક ખેતી કરતું રાજ્ય બન્યું હતું. સિક્કિમને સંપૂર્ણ પણે ઓર્ગેનિક બનાવવાની કામગીરી વર્ષ ૨૦૦૩માં હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં, તેમણે રાસાયણિક ખાતરો પર સબસિડી ઘટાડી હતી અને આખરે ૨૦૧૪માં તેના પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. રાજ્યમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ અને વેચાણ કાયદાકીય રીતે સજાને પાત્ર ઠેરવી દેવામાં આવ્યો હતો. ખેડૂતોમાં જાગૃતતા લાવવા માટે તેમને યોગ્ય શિક્ષણ અને તાલીમ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે ૧ એપ્રિલના રોજ અન્ય રાજ્યોમાંથી બિનઓર્ગેનિક શાકભાજીના આયાત પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો હતો.

સિક્કિમ રાજ્યએ ફરી એકવાર વિશ્વના નકશા પર દેશને ગર્વ અપાવ્યો છે. યુનાઈટેડ નેશન્સે સિક્કિમ રાજ્યને વિશ્વના પ્રથમ ઓર્ગેનીક રાજ્ય તરીકે સન્માનિત કર્યા છે. રાજ્યમાં ઓર્ગેનિક ફાર્મિંગ અપનાવીને અને પર્યાવરણની સુરક્ષા તરફ એક પગલું અપનાવીને સિક્કિમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. 51 રાજ્યોએ આ એવોર્ડ માટે 25 જુદા જુદા દેશોમાં અરજી કરી છે, જેમાં સિક્કીમ જીત્યું છે. બ્રાઝિલ, ડેનમાર્ક અને ઇક્વાડોરે રજત ચંદ્રક જીત્યું છે. સિક્કિમના રાજ્યમાં અપનાવવામાં આવેલી નીતિને લીધે 66,000 ખેડૂતોની આજીવિકા સુધરી છે અને રાજ્યની મુલાકાતીઓ પણ વધી છે. યુનાઇટેડ નેશન્સે કહ્યું છે કે સિક્કિમ દ્વારા અન્ય દેશો માટેનો નિયમ આદર્શ છે. વર્ષ 2016 માં સિક્કિમએ કૃષિમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ સંપૂર્ણપણે થાક્યો હતો. સિક્કિમના મુખ્ય પ્રધાન પવન ચમલિંગે આ એવોર્ડ સ્વીકારી લીધો છે.

ગુજરાતમાં 10 કરોડના બજેટની ફાળવણી

ગુજરાત પણ આ મામલે હવે જાગ્રત થયું છે. સરકાર પણ આ મામલે સક્રિય બની છે. ગુજરાત વિધાનસભાના છેલ્લા બજેટ સત્રમાં રાજ્યમાં ઓર્ગેનિક યુનિવર્સિટી શરૂ કરવા માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. ઓર્ગેનિક યુનિ. બનાવનારું ગુજરાત ભારતનું પહેલું રાજ્ય છે. સરકાર તરફની આ પહેલ એ ઓર્ગેનિક તરફ ખેડૂતો અને લોકોને વાળવા માટેનું એક મહત્ત્વનું પગલુ છે. વર્ષ ર૦૧પ-૧૬માં ગુજરાત સરકારે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે રૂ.૧૦ કરોડ ફાળવ્યા હતા. આમ, સરકારના પ્રયાસો તો છે સામે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ બાબતમાં પ્રયાસો કરી રહી છે ને તેનાં સારાં પરિણામો મળી રહ્યાં છે. ગુજરાતમાં એવી અનેક સંસ્થાઓ છે કે જે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોનુ ઓનલાઈન લીસ્ટ આપી રહી છે અને આવા ખેડૂતોને સતત માહિતીથી અપડેટ રાખી રહી છે. એટલું જ નહીં કોઈ ગ્રાહકને ઓર્ગેનિક ચીજો ખરીદવી હોય તો તેને પણ મદદરૂપ થઈ રહી છે. અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ સહિતનાં શહેરો અને ગામોમાં આ સંસ્થાઓનું નેટવર્ક છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter