GSTV

મોટા સમાચાર / આંદોલનનો અંત લાવવાના મળી રહ્યા છે સંકેત, કેન્દ્ર સરકારે કિસાન સંગઠન પાસેથી સમિતિ માટે માંગ્યા પાંચ નામ

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચ્યા તેમછતાં પણ ખેડૂતોનું આંદોલન હજુ ચાલુ છે. એક વર્ષથી પણ વધુ સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતો હવે લઘુતમ ટેકાના ભાવની માંગ પર અડગ છે. કૃષિ કાયદો પાછો ખેંચ્યા બાદ હવે ખેડૂતોની આ માંગ પર પણ સરકાર નરમ પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. સરકારે એમએસપી સાથે સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવા માટે પાંચ પ્રતિનિધિઓના નામ માંગ્યા છે.

આંદોલન

સરકારે કરેલી આ પહેલ બાદ પંજાબમાં 32 કિસાન સંગઠનો તેમના વતી બે નામ સૂચવી શકે છે. અહેવાલો મુજબ સરકાર અને એસકેએમ વચ્ચે 19 નવેમ્બરથી બેક ચેનલ મારફતે વાતચીત શરૂ થઈ હતી. સરકારે આજે એસકેએમમાંથી પાંચ સભ્યોના નામ માંગ્યા હતા જેમને એમએસપી અંગેની સમિતિમાં સામેલ કરી શકાય છે. આ નામો બે દિવસની અંદર એસકેએમ દ્વારા મોકલવામાં આવે તેવી અપેક્ષા છે. એવી અટકળો પણ છે કે પંજાબમાં ખેડૂત સંગઠનો સમિતિ માટે બે નામ રજૂ કરી શકે છે. બીજી તરફ સોનેપત-કુંડલી બોર્ડર પર 32 ખેડૂતોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂત નેતા સતનામ સિંહે આંદોલન નો અંત લાવવાના સંકેત આપ્યા હતા.

ખેડૂત નેતા સતનામ સિંહે દાવો કર્યો હતો કે. સરકારે અમે કરેલી દરેક માંગ સ્વીકારી છે. આ આંદોલનને ૪ ડિસેમ્બરે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, ગૃહ મંત્રાલયે આ આંદોલન પાછું ખેંચવા માટે દરેક રાજ્યના મુખ્યમંત્રીને દરખાસ્ત મોકલી છે. હરિયાણાના ખેડૂત નેતાઓ ૧ ડિસેમ્બરે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે બેઠક કરશે. સતનામ સિંહના જણાવ્યા પ્રમાણે મનોહર લાલ ખટ્ટર સાથેની બેઠકમાં આંદોલન દરમિયાન ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

Read Also

Related posts

અતિ મહત્વનું! ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ના 168 અધિકારીઓની કરી બદલી

pratik shah

BIG NEWS : યુપી ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતા RPN સિંહનું રાજીનામું, કહ્યું – ‘નવા અધ્યાયની શરૂઆત’

Dhruv Brahmbhatt

Gallantry Award List 2022: અદમ્ય સાહસ દર્શાવવા બદલ 939 વીરોને પ્રજાસત્તાક દિને ગેલેંટ્રી અવોર્ડથી કરાશે સન્માનતિ, અહીં જુઓ આખુ લિસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!