GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

બાળકોને પણ થઈ શકે છે ડાયાબિટીસ, આમાંનું કોઇ એક પણ લક્ષણ દેખાય તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર

ભારતમાં ડાયાબિટીસની સમસ્યા જે રીતે વધી રહી છે, એ જોતાં અત્યારે તે બહુ ગંભીર કહેવાય. માત્ર મોટાં નહીં, પરંતુ યુવાનો અને બાળકોમાં પણ ડાયાબિટીસ જોવા મળી રહ્યો છે આજકાલ. મોટાંમાં તો ઠીક પણ બાળકોમાં ડાયાબિટીસના સંકેતોનો જલદી અંદાજો આવતો નથી, જેથી યોગ્ય સમયે ઇલાજ થઈ શકતો નથી. જેના કારણે કેટલીક વાર તો તે ગંભીર રૂપ પણ ધારણ કરી લે છે. બાળકોમાં ડાયાબિટીસનાં લક્ષયો જો યોગ્ય સમયે જ જાણી શકાય તો તેનો યોગ્ય ઇલાજ શરૂ કરી શકાય છે. જેના કારણે તેને ગંભીર સ્તરે પહોંચતો અટકાવી શકાય છે.

બૉડીમાં બીટા-કોશિકાઓનું નિર્માણ થવાથી શરીરમાં ઈંસ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે, જેના કારણે શુગર લેવલ વધી જાય છે અને તેના જ કારણે ડાયાબિટીસ થઈ શકે છે. ડાયાબિટીસની બીમારી એટલી ઘાતક છે કે, તેના કારણે બાળકોની આંખ અને કિડનીઓ પર પણ તેની ગંભીર અસર થઈ શકે છે. એટલે જ યોગ્ય સમયે ઈલાજ થયો ખૂબજ જરૂરી છે.

બાળકોનું શુગર લેવલ વધી જાય ત્યારે તેમને વારંવાર તરસ લાગવા લાગે છે. તેમને પાણીની સાથે કોલ્ડ ડ્રિંક પીવાની પણ બહુ ઇચ્છા થાય છે. વારંવાર પાણી અને કોલ્ડ ડ્રિંક માંગે તો તરત જ બાળકોનું શુગર લેવલ ચેક કરાવવું જોઇએ.

વધારે પડતી તરસ લાગવાના કારણે બાળક પાણી વધુ પીએ છે, જેના કારણે તેને પેશાબ પણ વારંવાર લાગે છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ સાવચેત થઈ જવું જોઇએ.

ડાયાબિટીસના કારણે બાળકને સામાન્ય કરતાં વધુ ભૂખ પણ લાગે છે.

ડાયાબિટીસ પીડિત બાળકોમાં ઇંસ્યુલિન નથી બનતું, જેના કારણે તેમની ઉર્જા ઘટવા લાગે છે અને થાક વધુ લાગે છે. બાળક થોડી પણ ભાગ-દોડ કરે કે તરત થાકી જાય તો શુગર ચેક કરાવી લેવી જોઇએ.

ડાયાબિટીસના કારણે નાનાં બાળકોમાં ઈસ્ટ સંક્રમણ પણ થઈ શકે છે. જેના કારણે તેમને ડાયપરના રેશ જલદી પડી જાય છે અને જલદી રૂઝાતા પણ નથી.

ડાયાબિટીસથી પીડિત બાળક ગમે તેટલું ખાય તો પણ તેનું વજન વધતું નથી.

પેરેન્ટ્સે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો

બાળકમાં આમાંનું કોઇપણ લક્ષણ દેખાય તો તેને પારખી તરત જ ઇલાજ કરવાથી સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. ડાયાબિટીસમાં દેખભાળ અને ખાવાપીવામાં ધ્યાન રાખવાની જરૂર હોય છે. નિયમિત બાળકનું ચેક-અપ કરાવતા રહેવું અને તેને ઈંસ્યુલિન અપાવતા રહેવું. ડાયાબિટીસમાં બાળકને પૌષ્ટિક ખોરાક આપવો અને નિયમિત કસરત પણ કરાવવી

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!