GSTV
Home » News » જૂતા ચપ્પલ ચોરી થાય કે તુટી જાય તો સમજી લો તમને મળી રહ્યાં છે આવા સંકેત

જૂતા ચપ્પલ ચોરી થાય કે તુટી જાય તો સમજી લો તમને મળી રહ્યાં છે આવા સંકેત

જૂતા ચપ્પલ જાહેર જગ્યાએથી ચોરી થવા કે તુટી જવા સામાન્ય ઘટના છે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સામાન્ય ઘટના કેટલાક શુભ અને અશુભ સંકેત કરે છે. જો તમારા જૂતા વારંવાર તુટી જતા હોય તે ચોરી થઈ જતા હોય તો આ સંકેત શુ કહે છે ચાલો જણાવીએ તમને.

જો કોઈ વ્યક્તિના જૂતા શનિવારે ચોરી થઈ જાય તો તેને શનિ દોષમાંથી રાહત મળે છે. જો કે કેટલાક લોકો આ માન્યતાને ધ્યાનમાં રાખી મંદિર બહાર જાણી જોઈ જૂતા મુકી આવે છે. જ્યોતિષ અનુસાર આપણા શરીરના દરેક અંગનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે છે. તેવામાં પગ અને ત્વચા પર શનિનો વાસ માનવામાં આવે છે. શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિની ખરાબ દ્રષ્ટિ કોઈપણ વ્યક્તિ પર પડે તો તેના જીવનમાં ઊથલપાથલ થઈ જાય છે. 

શનિ ગ્રહને મજબૂત કરવા માટે પગ અને ત્વચા સાથે સંબંધ ધરાવતી વસ્તુઓ દાનમાં આપવી જોઈએ. જો કુંડળીમાં શનિ દોષ હોય તો શનિવારના દિવસે જૂતાનું દાન કરી શકાય છે. જો કે આ દિવસે કુદરતી રીતે જૂતા ચોરી થઈ જાય તો તેને શુભ માનવામાં આવે છે. આમ થવાથી શનિદોષમાંથી મુક્તિ મળે છે. 

એક અન્ય માન્યતા પણ છે કે જૂતા વારંવાર તુટી જતા હોય તો તે શુભ સંકેત નથી. જે વ્યક્તિ સાથે આવી ઘટના થાય છે તેના પર શનિની ક્રૂર દ્રષ્ટિ હોય છે. જેમની સાથે આ પ્રકારની ઘટના બને તેણે શનિવારે કાળું કપડું, તલ, સરસવનું તેલ અને ચપ્પલ દાન કરવા જોઈએ. આમ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

Mansi Patel

ભારતની આ સ્ટાર મહિલા એથલિટે સમલૈંગિક સંબંધ હોવાનું માન્યુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!