GSTV
Home » News » બ્રિટનની અદાલતે તિહાડ જેલને ગણાવી સુરક્ષિત, વિજય માલ્યાનું પ્રત્યાર્પણ બનશે સરળ

બ્રિટનની અદાલતે તિહાડ જેલને ગણાવી સુરક્ષિત, વિજય માલ્યાનું પ્રત્યાર્પણ બનશે સરળ

બ્રિટનની એક અદાલતનો નિર્ણય નવ હજાર કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવીને ફરાર થયેલા વિજય માલ્યાના ભારતને પ્રત્યાર્પણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બ્રિટિશ અદાલતે તિહાડ જેલને સુરક્ષિત પરિસર ગણાવતા કહ્યુ છે કે આ જેલમાં ભારતીય ભાગેડુઓનું પ્રત્યાર્પણ કરી શકાય છે. ક્રિકેટ ફિક્સિંગ કેસમાં આરોપી સંજીવ ચાવલાના મામલામાં આવેલો નિર્ણય બેંકો સાથે ફ્રોડ કરીને ભાગેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

લંડન હાઈકોર્ટના જસ્ટિસ લેગાટ અને જસ્ટિસ ડિંગેમેન્સે શુક્રવારે આપેલા પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે તિહાડમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલા માટે કોઈ જોખમ નથી. સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોના ફિક્સિંગનો આરોપ છે. આ મામલો હેન્સી ક્રોન્યે મેચ ફિક્સિંગ સાથે જોડાયેલો મામલો છે. જેમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા અને મોહમ્મદ અઝહરુદ્દીન પર આરોપો લાગ્યા હતા. ભારત તરફથી ચાવલાની સારવારનો ભરોસો આપવામાં આવ્યા બાદ લંડન હાઈકોર્ટે આના સંદર્ભે વાત કરી છે.

લંડન હાઈકોર્ટના નિર્ણયની અસર વિજય માલ્યા કેસ પર પણ થશે. ભારતમાંથી ફરાર થયેલો માલ્યા મોટાભાગે ભારતની જેલોને અસુરક્ષિત ગણાવતો રહ્યો છે. તેવામાં હવે બ્રિટિશ અદાલત દ્વારા તેના પ્રત્યાર્પણને મંજૂરી મળી શકે છે. હવે આ મામલામાં નવા નિર્ણય માટે કેસ વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. બ્રિટનના વિદેશ પ્રધાન ચાવલાના પ્રત્યાર્પણ સંદર્ભે આખરી નિર્ણય લેશે. પરંતુ આ નિર્ણયને ત્યાંની હાઈકોર્ટમાં પડકારી શકાશે. હાઈકોર્ટના ચુકાદાને બ્રિટનનની સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાશે.

Related posts

કાલાપાનીનો વિવાદ વકર્યો : નેપાળની ચીમકી, ભારત તાત્કાલિક ખસેડી લે અહીંથી સૈનિકો

Karan

એનસીપી અને બીજેડી પર એમ જ નથી ઉભરાયો પીએમ મોદીને પ્રેમ, વખાણમાં પણ છે આ રાજકારણ

Karan

‘કટ્ટરતા’ પર મમતા બેનર્જીનો વાર, ઓવૈસી જેવાં નેતાઓ ઉપર ભરોસો ના કરે અલ્પસંખ્યક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!