GSTV
Home » News » મહેસાણામાં સહકારી માળખાનું સૌથી મોટું માથુ ગણાતા નટુભાઈ પટેલની મુશ્કેલીમાં વધારો

મહેસાણામાં સહકારી માળખાનું સૌથી મોટું માથુ ગણાતા નટુભાઈ પટેલની મુશ્કેલીમાં વધારો

મહેસાણામાં સહકારી માળખાનું સૌથી મોટુ માથુ ગણાતા નટુભાઈ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્ય રજીસ્ટ્રાર દ્વારા મગ અને મકાન ખરીદીના મામલે વસુલાત કેમ ન કરવી તે અંગે નોટિસ અપાઈ છે. જોકે નટુભાઈ આ સમગ્ર ઘટનાક્રમ પાછળ રાજકારણને જવાબદાર ઠેરવ્યું છે. મહેસાણામાં સહકારી માળખાના અગ્રણી અને ગુજકોમાસોલના પૂર્વ ચેરમેન સામે કાયદાકીય કાર્યવાહીનો ગાળિયો કસાઈ રહ્યો છે.

ગુજકોમાસોલના મકાનની ખરીદીના ગેરરીતી થઈ હોવાના સંકેત મળ્યા છે. આ મુદ્દે નટુ પટેલ પાસેથી 6 કરોડ અને 30 લાખ વસુલવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. રાજ્ય રજીસ્ટ્રાર તરફથી મળેલી નોટિસ મામલે નટુ પટેલે જીએસટીવી સાથે વાતચીતમા જણાવ્યું કે તેઓ કાયદાકીય રીતે આગળ વધશે. નટુભાઈ પટેલે જણાવ્યું કે તેઓ પ્રખર કોંગ્રેસી છે પરંતુ વિસનગર ભાજપના ધારાસભ્ય ઋષિ પટેલ અને શહેર મહામંત્રી અશોક ચૌધરી તેમને ભાજપમાં ખેંચી જવા માંગે છે પરંતુ તેઓ અડગ રહેતા તેમને નોટિસો મળી રહી છે.

મહત્વનું છે કે 29 વર્ષ સુધી ગુજકોમાસોલના ચેરમેન પદે રહેનારા નટુભાઈ પટેલ પાસેથી સરકારે રીકવરી કાઢી છે. ત્યારે હવે આ મામલે મહેસાણાની સાથે સાથે સહકારી ક્ષેત્રનું રાજકારણ પણ ગરમાયુ છે.

READ ALSO

Related posts

હિન્દી સિનેમામાં સહાયક અભિનેતાઓના સારા દિવસો, અપારશ્કિત ખુરાનાને મળી આ મોટી ફિલ્મ

Kaushik Bavishi

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva

અધધધ…3 મહિનામાં રિલાયન્સની આવકમાં તોતિંગ વધારો, ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!