GSTV

જન્માષ્ટમીએ કાન્હાને કરો આ શ્રૃગાંર અને લગાવો ભોગ, મનોકામના થશે પૂર્ણ

પ્રેમ અવતાર કાન્હાને કોઈ વિશેષ પૂજનની જરૂરત રહેતી નથી. બસ પ્રેજથી પૂજન કે મંત્રોચ્ચારણ કરવાથી તે પ્રસન્ન થઈ જાય છે. એટલું જ નહી જન્માષ્ટમીના દિવસે પ્રેમપૂર્વક શ્રણિક પૂજા કરી લો તો પણ તે પ્રસન્ન થઈ જાય છે. સાથે જ મનોવાંછીત કામનાઓને પણ પૂર્ણ કરે છે. તો આવો જાણીએ જન્માષ્ટમીએ કાન્હાને કેવો શ્રૃંગાર અને ક્યો ભોગ લગાવવો જોઈએ.

આ શ્રૃંગાર અને ભોગથી દુર થશે તમામ સમસ્યાઓ

જો તમારી જીવનમાં ટેન્શન કે કોઈ સમસ્યા હોય તો જન્માષ્ટમીના દિવસે કાન્હાને શ્રૃંગાર લાલ રંગના વસ્ત્રોથી કરવો જોઈએ. તે બાદ તેને મીશ્રીનો ભોગ લગાવીને પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપરાંત જો તમારૂ કાર્ય થતા થતા અટકી રહ્યું હોય તો ચાંદીના વર્કથી કાન્હાનો શ્રૃંગાર કરવો જોઈએ. આ સિવાય સફેદ ચંદનનું ટીલક લગાવવું જોઈએ.

સંતાન પ્રાપ્તિ માટે કરો આ શ્રૃંગાર

જો કાર્યક્ષેત્રમાં સમસ્યા આવી રહી હોય, ઉચ્ચ અધિકારીઓ અને સહયોગી સાથે વારંવાર વિવાદ થતો હોય તો નંદલાલાના શ્રૃંગાર લહરીયા પ્રિંટવાળા વસ્ત્રોથી કરવો જોઈએ. આ સિવાય ચંદનનું તીલક કરવું જોઈએ. ભોગમાં દહી અર્પણ કરવું જોઈએ. પછી કાન્હાની સામે બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. આ સિવાય સંતાનપ્રાપ્તિની ઈચ્છા હોય તો ભક્તોએ કૃષ્ણનો શ્રૃંગાર સફેદ વસ્ત્રોથી કરવો જોઈએ. તે બાદ ભોગમાં દુધ અને કેસરનો ભોગ ધરવો જોઈએ. તેનાથી સંતાન પ્રાપ્તિની સુખદ અનુભૂતિ થશે.

માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિનો યોગ

સમાજમાં માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ માટે કાન્હાનો શ્રૃંગાર ગુલાબી રંગના વસ્ત્રોથી કરવો જોઈએ। તે બાદ મુરલીધરને અષ્ટગંધનું તિલક કરવું જોઈએ. ભોગમાં માખણ-મિશ્રી અર્પીત કરવા જોઈએ. તેનાથી સમાજમાં મન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. લોકો તમને વિશેષ સમ્માન દેશે. આ ઉપરાંત લીલા રંગના વસ્ત્રોનો શણગાર કરવો જોઈએ. તે બાદ માવાનો ભોગ લગાવીને પ્રાર્થના કરવી જોઈએ.

ધનવૃદ્ધિ માટે કરો આ શ્રૃંગાર

ધનવૃદ્ધિ માટે શ્રીકૃષ્ણને લાલ વસ્ત્ર પહેરાવવા જોઈએ. તે ઉપરાંત ભોગમાં મિલ્ક કેક અર્પીત કરવી જોઈએ. કહેવામાં આવે છે કે, આવું કરવાથી કૃષ્ણ સુખ-સમૃદ્ધિના આશિર્વાદ આપે છે. જેનાથી જીવનમાં આવનારી તંગી પણ દુર થઈ જાય છે. પરિવારજનોની ખુશી માટે કાન્હાને કેસરીયા વસ્ત્રોનો શ્રૃંગાર કરવો જોઈએ. બાદમાં ઘીનો ભોગ લગાવવો જોઈએ.

કોર્ટ કચેરી અને સ્પર્ધામાં મળે છે રાહત

જો કોઈ કોર્ટ કચેરી સંબંધી મામલામાં સફળતા નથી મળતી તો કાન્હાને પીળા અને લાલના મિશ્રિત રંગથી બનેલા વસ્ત્રોનો શ્રૃંગાર કરવો જોઈએ. આ ઉપરાંત તેના કુંડલો અને તિલકમાં પણ આ જ રંગનો ઉપયોગ કરવો જોઈએ. તે બાદ મિશ્રીનો ભોગ લગાવીને કાન્હાને પ્રાર્થના કરો. જો સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા નથી મળતી તો જન્માષ્ટમીના દિવસે મુરલીધરને બ્લુ કલરના વસ્ત્રોથી શ્રૃંગાર કરવો જોઈએ. તે બાદ બાલુશાહી ભોગ લદાવવો જોઈએ.

Related posts

અમદાવાદમાં એક કલાકમાં અહીં વરસ્યો છે પોણા ચાર ઈંચ વરસાદ, દિનદહાડે થઈ ગયો હતો અંધારપટ

Bansari

એનસીબીએ એવો તો કયો ડર બતાવ્યો કે હું બહુ સારી અભિનેત્રીનો રાગ આલાપતી રિયાએ આખે કબૂલ્યું કે તે ડ્રગ્સ લે છે

Bansari

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!