આખી દુનિયામાં WhatsApp ની નવી Privacy Policy ની વિરુદ્ધ લોકોનો ગુસ્સો ઓછો થઈ રહ્યો નથી. આ વચ્ચે મેસેજિંગ એપ Signal ખૂબ જ પ્રખ્યાત થવા લાગી છે, પરંતુ ઘણા યૂઝર્સને પોતાના WhatsApp Groups ને Signal માં ટ્રાંસફર કરવાની રીત ખબર હશે નહી. તો ચાલો અહીંયા જાણીએ કેવી રીતે કરશો પોતાના WhatsApp Group ને Signal માં ટ્રાંસફર….
પહેલા જાણો શું છે Signal App
Signal App પણ WhatsApp ની જેમ જ મેસેજિંગ એપ છે. આ એપની ખાસ વાત એ છે કે, તેમાં બધા મેસેજ end to end encrypted હોય છે. એટલે કે, માત્ર Sender અને Reciever મેસેજ જોઈ શકો છો. કોઈપણ બીજો વ્યક્તિ મેસેજ જોઈ શકતા નથી. WhatsApp ની જેમ આ એપમાં પણ ફોટો, વોયસ કોલ, વીડિયો કોલ અને ફાઈટ ટ્રાંસફરની સુવિધા મળે છે.

કેવી રીતે ટ્રાંસફર કરશો WhatsApp Group
મળતી માહિતી પ્રમાણે તમારે પહેલા Signal માં એક નવુ ગૃપ બનાવવાનું રહેશે. હવે આ ગૃપની સેટિંગ્સમાં જઈ ગૃપ લિંક્સ પર ક્લિક કરવું પડશે. ગૃપ લિંક ઓન કરો અને પોતાના જૂના WhatsApp Group માં શેર કરો. શેર કરવામાં આવેલ લિંકને ક્લિક કરી ગૃપના મેમ્બર સીધા Signal Group સાથે જોડાઈ શકે છે. આ વચ્ચે Signal એ ભારતમાં યૂઝર્સને પ્રોત્સાહન આપવા માટે ઘણા નવા ફીચર્સ શરૂ કરવા જઈ રહ્યા છે.
મેસેજિંગ પ્લેટફોર્મને છોડીને બીજી એપ પસંદ કરવા લાગ્યા
આ વચ્ચે સમાચાર છે કે, WhatsApp ની નવી પ્રાઈવેસી પોલિસીનો વિરોધ ચાલુ છે. લોકોની ખાનગી જાણકારી જબરદસ્તી લેવાનો નવો નિર્ણય WhatsApp ને ભારે પડવા લાગ્યો છે. માત્ર સામાન્ય યૂઝર્સ જ નહી, પરંતુ ઘણી મોટી કંપનીઓના CEO અને Business ટાઈકૂન પણ આ મેસેજિંગ પ્લેટફોર્મને છોડીને બીજી એપ પસંદ કરવા લાગ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે, પેમેન્ટ ગેટવે એપ Phone Pe ના સીઈઓ સહિત કંપનીના 1000 થી વધારે કર્મચારીઓને પોતાના મોબાઈલથી WhatsApp હટાવી દીધો છે. હવે આ કર્મચારીઓ પોતાના બધા કાર્યો માટે Signal યૂજ કરવા લાગ્યા છે. કંપનીના CEO સમીર નિગમે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…