GSTV

અધધધ…3 અબજ ડૉલરના હેલિકોપ્ટર આપશે અમેરિકા, અન્ય ત્રણ કરાર પર થયા હસ્તાક્ષર

ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની દ્વિપક્ષિય બેઠક બાદ વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી ભારત-અમેરિકા વચ્ચે થયેલા મહત્વના કરારો વિશે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતનું સંરક્ષણ ક્ષેત્ર હવે વૈશ્વિક સ્તરનું થઇ ગયું છે. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ થશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ટ્રમ્પ અને મોદી વચ્ચેની બેઠક બાદ ભારત અને અમેરિકા વચ્ચે 3 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ઉર્જા, માનસિક સ્વાસ્થ્ય તેમજ આરોગ્યના ઉત્પાદનની સુરક્ષાનો સમાવેશ થાય છે. જેમાં ભારત તરફથી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તેમજ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન મુખ્ય સંસ્થા છે.

3 અબજ ડૉલરનો રક્ષા કરાર

ભારત અને અમેરિકા વચ્ચે ત્રણ અબજ ડૉલરનો રક્ષા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં અમેરિકા 23 એમએચ 60 રોમિયો હેલિકોપ્ટર અને 6 એએચ 64ઈ અપાચે હેલિકોપ્ટર સામેલ છે. સંયુક્ત નિવેદનમાં ટ્રમ્પે કહ્યું હતું કે, આ કરારથી બંને દેશો વચ્ચે રક્ષા સંબંધો વધુ મજબૂત થશે. આ બંને હેલિકોપ્ટર કોઈ પણ પ્રકારના ઋતુમાં હુમલો કરવા સક્ષમ છે.

ટૂંક સમયમાં જ ટ્રેડ ડીલ પર થશે વાત: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, અમાર વાણિજ્ય મંત્રીઓએ વ્યાપાર પર સકારાત્મક વાતચીત કરી છે. અમે બંનેએ નિર્ણય કર્યો છે કે, વ્યાપાર વાર્તાને અંતિમ રૂપ આપવાનું છે. અમે એક મોટા વેપાર કરારની વાતચીત પર સહમત થયા છીએ.

અમેરિકા ભારતને લગભગ 60 ટકા નિકાસ કરે છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમારી ટીમે એક વ્યાપારિક કરાર પર સારામાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને હું આશા રાખું છું કે, અમે બંને દેશો વચ્ચે મહત્વૂપ્રણ કરારો થશો. જ્યારથી મેં રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યો છે, ત્યારથી અમેરિકી નિકાસ લગભગ 60 ટકા થયો છે.

READ ALSO

Related posts

કોરોના પોઝિટીવની સંખ્યા 3100ને પાર : 86નાં મોત થયા, 130 કરોડ લોકો ઘરમાં છતાં કોરોના બની રહી છે મહામારી

Karan

Corona નહીં પણ આ વાયરસથી કરોડો લોકોનાં થયાં હતા મોત, ભારતમાં જ મોતનો આંક 14 લાખ હતો

Mayur

આ કારણે ભારતમાં થાય છે દર વર્ષે 15.73 લાખ લોકોનાં મોત, કોરોના કરતાં પણ વધારે સંભાળ રાખવાની છે જરૂર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!