GSTV
ANDAR NI VAT

સિદ્ધુએ ભગવંત માનને કેજરીવાલની કઠપૂતળી ગણાવ્યા બાદ પલ્ટી મારી

નવજોતસિંઘ સિદ્ધુ રાજનીતિમાં સ્ટેન્ડ બદલવા માટે કુખ્યાત છે. જ્યાં લાભ દેખાય ત્યાં તેઓ દોડી જાય છે અને વારંવાર પલ્ટી મારતાં જોવા મળે છે. હજુ હમણાં જ તેમણે ભગવંત માનને કેજરીવાલની કઠપૂતળી ગણાવ્યા હતા અને હવે તેઓ માનની પ્રશંસા કરી રહ્યા છે.

કુમાર વિશ્વાસ અને અલ્કા લાંબાના ઘરે પોલીસ મોકલવા મુદ્દે આમઆદમી પાર્ટી અને પંજાબના મુખ્યમંત્રીની ટીકા કર્યા બાદ તેમણે કહ્યું કે માફીયાઓ સામે લડવાની બાબતમાં તેઓ પાર્ટીલાઈનથી ઉપર ઉઠીને પંજાબના મુખ્યમંત્રીનું સમર્થન કરશે.

સિદ્ધુએ એક વીડિયોમાં કહ્યું કે હું તેમને એટલે કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને મારો નાનો ભાઈ સમજું છું. તેઓ પ્રમાણિક માણસ છે. મેં તેમના પર ક્યારેય આંગળી ચીંધી નથી. જો તેઓ માફીયા સામે લડશે તો મારું તેમને સમર્થન છે. પંજાબના અસ્તિત્ત્વ માટેની લડાઈ લડવા હું પાર્ટીલાઈનથી ઉપર ઊઠી તેમને સમર્થન આપીશ. આ પહેલાં સિદ્ધુએ ટ્વિટર પર એક કાર્ટુન પોસ્ટ કર્યું હતું, તેમાં અરવિંદ કેજરીવાલ સ્કૂટર ચલાવતા દેખાય રહ્યા છે. સ્કૂટર પર લખ્યું છે પંજાબ સરકાર. સ્કૂટરમાં આગળ ભગવંત માનને નાના બાળકની સીટમાં બેસાડવામાં આવ્યા છે.

એ ટ્વીટમાં સિદ્ધુએ એવું લખેલું કે, પંજાબ સરકાર અરવિંદ કેજરીવાલની કઠપૂતળી તરીકે કામ કરી રહી છે. કુમાર વિશ્વાસ અને અલ્કા લાંબા પરની પોલીસ કાર્યવાહીથી તે સાબિત થાય છે. પોતાના ટીકાકારોને ચૂપ કરવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ તેમની સાથે મજબૂતીથી ઉભી રહેશે. સિદ્ધુનું આમ બેય બાજુ ઢોલક વગાડવાનું કારણ તેઓ નવા પક્ષમાં નવી તક શોધવાના પ્રયાસ કરતાં હોય તેવું દર્શાવે છે.

READ ALSO

Related posts

આરજેડી સત્તામાં આવતા લાલુની તબિયત સુધરીઃ ભાજપ વિરુદ્ધ વિપક્ષની એકતા માટે દોડાદોડી શરૂ કરી

Damini Patel

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેઃ સંગઠન ચૂંટણી પ્રમુખને હૉસ્પિટલ ખસેડાયા

HARSHAD PATEL

મોહન ભાગવતે સેક્યુલરિઝમના માર્ગે ચાલવાનું શરૂ કરતા ચોતરફ પ્રશંસા

Damini Patel
GSTV