GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

370 દૂર થયા બાદ બોલિવૂડની આ ફિલ્મ કારગીલ પર કરશે પહેલું શૂટિંગ

તાજેતરમાં સરકારે મોટો નિર્ણય જાહેર કરી 370 હટાવી દીધો છે. એ ઉપરાંત 8 ઓગસ્ટના દિવસે સાંજે પ્રધાનમંત્રી મોદીએ કાશ્મીરની મુદ્દા પર સંબોધન કર્યું હતું. તેમના આ સંબોધનમાં ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કાશ્મીરમાં જઈને ફિલ્મનું શૂટિંગ કરવાનો આગ્રહ કર્યો છે.

હવે તમને જણાવીએ કે એક ફિલ્મ જેનું શૂટિંગ થોડા સમય પહેલાં જ કાશ્મીરમાં થવા જઈ રહ્યું હતું, પરંતુ 370 દૂર કર્યા બાદ હવે શૂટિંગનો સમય થોડો આગળ કરી દેવામાં આવ્યો હતો, પણ હવે તે ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થશે. આ ફિલ્મ લદ્દાખના કારગીલમાં શૂટ થશે. શૂટ માટે ફિલ્મની આખી ટીમ લદ્દાખ માટે રવાના પણ થઈ ચૂકી છે.

વાત કરી રહ્યા છીએ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેર શાહની. આ ફિલ્મ માટે પહેલાનું શેડ્યૂલ શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. હવે સિદ્ધાર્થ બીજા શેડ્યૂલનું શૂટિંગ કરવા જઈ રહ્યો છે. આ શેડ્યૂલ કારગીલમાં પૂરું કરવામાં આવશે. આ ફિલ્મમાં સિદ્ઘાર્થ આર્મી ઓફિસર કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકામાં જોવા મળશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ઓપોઝિટ કિયારા અડવાણી જોવા મળશે, સિદ્ધાર્થ શૂટિંગ માટે રવાના થઈ ચૂક્યો છે.

એક રિપોર્ટ અનુસાર આર્ટિકલ 370ના નિર્ણય અને સુરક્ષાને લઈને તેની પર નજર કરતાં ફિલ્મ શેર શાહના ફિલ્મ મેકર દ્વારા કેન્દ્ર સરકાર પાસે શૂટ માટે પરમિશન લેવામાં આવી હતી. લેહ, લદ્દાખ અને કારગીલમાં ફિલ્મનું આ શેડ્યૂલ 40 દિવસ સુધી થશે, જેમાં વોર સીક્વેંસ ફિલ્માવામાં આવશે. ફિલ્મનું નિર્માણ પ્રોડ્યૂસર શબ્બીર બોક્સવાલા કરી રહ્યો છે. વાત કરીએ સિદ્ધાર્થ મલ્હોત્રાની તો આ ફિલ્મ પહેલા તેની ફિલ્મ જબરિયા જોડી આવી રહી છે. તે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે.

Read Also

Related posts

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

ગરમ પાણી પીવાથી ચેહરા પર આવે છે નિખાર, જાણો બીજા અનેક ફાયદા..

pratik shah

સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લા પર મોદીના ભાષણ માટે ફક્ત 1500 લોકોને મંજૂરી, શાળાના બાળકો અને NCC કેડેટ્સ પણ નહીં રહે હાજર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!