GSTV

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક આ વસ્તુ પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

24

ભલે તમે એક ખૂબ જ સારો ડ્રેસ પહેરી રાખ્યો હોય, પરંતુ જો તમારી ઈનર-વિયર સાઈઝના નથી અને તમે તેમાં કંફર્ટેબલ નથી તો તમારી સારામાં સારી ડ્રેસ પણ બેકાર જ નજર આવશે. એવામાં એ ખૂબ જ જરૂરી બની જાય છે કે, તમારી બ્રાની સાઈઝ તમારા ફિગર પ્રમાણે જ હોય.

સામાન્ય રીતે છોકરીઓ વિચારે છે કે, નાના કપ સાઇઝની બ્રા પહેરવાથી લાંબા સમય સુધી બ્રેસ્ટ ટાઇટ રહે છે. તે સિવાય તેમને લાગે છે કે, સારા ફિગર માટે આખો દિવસ બ્રા પહેરવી જરૂરી છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ બંને બાબતો સંપૂર્ણપણે ખોટી છે.તમે કદાચ જાણતા નહી હોવ, પરંતુ દિવસમાં 24 કલાક બ્રા પહેરવી જોખમી હોઈ શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે…

24 કલાક બ્રા પહેરવાથી સ્કીન શ્વાસ લઈ શકતી નથી અને તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ પેદા થાય છે. કોશિશ કરો કે, ઓફિસથી અથવા બહાર આવ્યા બાદ પોતાની બ્રાને ઉતારી દો. તમે ખુદ જ રાહત મહેસૂસ કરશો. આખો દિવસ બ્રા પહેરવાથી ત્વચાના ડાઘ પણ થાય છે.

24 કલાક બ્રા પહેરવાના આ છે સાઈડ-ઈફેક્ટ

બ્રેસ્ટ પેન

જે મહિલાઓ દિવસ દરમિયાન બ્રા પહેરી રાખે છે તેમને ઘણીવખત બ્રેસ્ટ પેનની ફરિયાદ કરે છે. ખાસ કરીને તે મહિલાઓ જે યોગ્ય સાઇઝની બ્રા પહેરતી નથી.

બ્લડ સર્કુલેશનને અસર થાય છે

24 કલાક બ્રા પહેરવાથી લોહીના પરિભ્રમણ પર પણ અસર પડે છે. ઘણી વખત વધુ પડતી બ્રા ટાઇટ હોવાને કારણે સ્તનની પેશીઓને નુકસાન થવાનું જોખમ રહે છે.

પીઠનો દુખાવો

જો તમને વારંવાર કમરનો દુખાવો થાય છે, તો તમારી બ્રા તેનું કારણ હોઈ શકે છે. જો તમે 24 કલાક માટે બ્રા પહેરો છો, તો પછી તમને પીઠના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. ખાસ કરીને તે મહિલાઓ જે નાની સાઈઝ અને ટાઈટ બ્રા પહેરે છે.

સ્કિન ઇરિટેશન

24 કલાક બ્રા પહેરવાથી તમને સ્કિન ઇરિટેશનની સમસ્યા થઇ શકે છે. ક્યારેક ખંજવાળ, ક્યારેક બળતરા, ક્યારેક અસહજ થવુ તેના લક્ષણ છે.

હાઇપરપિગમેંટેશન

24 કલાક બ્રા પહેરનારી મહિલાઓને હાઇપરપિગમેંટેશનની સમસ્યા થવાનુ જોખમ રહે છે.


ફંગલ ફેલાવાની આંશકા

બ્રા પહેરી રાખવાથી દરેક સમયે મોઇશ્ચર જળવાઇ રહી છે. તેવામાં ફંગલ ફેલાવાની આંશકા રહે છે.

Read Also

Related posts

પ્રભૂતામાં પગલા: ભારતીય ટીમના ઓલરાઉન્ડ વિજય શંકરે મંગેતર વૈશાલી સાથે સાત ફેરા લઈ નવા જીવનની કરી શરૂઆત

Pravin Makwana

પ્રથમ પહેલ/ નેતાઓ ચર્ચાઓ કરતા રહ્યાં અને યોગીએ કરી બતાવ્યું : બની ગયું દેશનું પ્રથમ રાજ્ય, લોકડાઉનમાં તમામ કેસો પાછા ખેંચ્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!