GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

અમેરિકનોને શારીરિક તંદુરસ્તીનું અજબનું ઘેલું છે. આખી દુનિયામાં નહીં વેચાતાં હોય એટલા વ્યાયામના સાધનો એકલા અમેરિકામાં વેચાય છે. એટલું જ નહીં અમેરિકનો વિટામિનની ગોળીઓ ગળવામાં પણ અન્યો કરતા આગળ છે. ત્યાં જરાક સંશોધન થાય કે ફલાણું વિટામિન ફલાણા રોગ સામે લડવામાં અક્સીર નીવડે છે તો તુરંત જ અમેરિકનો એ વિટામિનની ગોળીઓ ખરીદવા પડાપડી કરે છે. ૧૯૯૦માં અમેરિકાભરમાં કુલ ૩ અબજ ડોલરની વિટામિન તથા ખનિજત્વની ટેબ્લેટો વેચવામાં આવી હતી. પરંતુ ૧૯૯૬માં આ આકડો વધીને ૬.૫ અબજ ડોલર જેટલો થઈ ગયો છે. 

અમેરિકનો આટલેથી અટક્યા હોત તો વાંધો નહોતો પરંતુ આરોગ્ય જાળવવાની ઘેલછામાં ઘણી વખત તેઓ વિટામિનના માન્ય ડોઝ કરતાં ૧૦ થી ૧૦૦ ગણો ડોઝ લઈ લે છે અને આ મેગાડોઝના કડવા ફળ હવે અમેરિકનોને ચાખવા પડયા છે. સ્કર્વી અને બેરીબેરી જેવા રોગ ન થાય એ માટે અનુક્રમે વિટામિન ”સી” અને વિટામિન ”બી” લેવાની ભલામણ કરવામાં આવે છે. પણ અમેરિકનો સંબંધિત વિટામિનના ભારે ડોઝ લઈને સ્કર્વી અને બેરીબેરીને તો દર રાખવામાં સફળ થયા છે પરંતુ કેન્સર અને હૃદયરોગે તેમની પીછો પકડયો છે.

તાજેતરમાં ”ન્યુયોર્ક ટાઈમ્સ” અખબારના આરોગ્ય કટાર લેખિકા જેન બ્રોડીએ વધુ પડતા વિટામિન લેવાના અમેરિકનોના ક્રેઝની ઝાટકણી કાઢતો લેખ અખબારમાં લખ્યો છે. તે લખે છે, ”વિટામિન અને ખનીજ તત્ત્વોથી ભરેલી દવા માણસજાત માટે ફાયદાકારક છે એના ખૂબ જ અલ્પ પૂરાવા હાથ લાગ્યા છે. 

પ્રવેશશાળામાં પૂરતી ચકાસણી કર્યા સિવાય જ આવી ગોળીઓ ગ્રાહકોના માથે ઠપકારી દેવામાં આવે છે. આ લેખ મેં એટલા માટે લખ્યો છે કે એવા પૂરાવા મળ્યા છે કે વિટામિનની ગોળીઓ હંમેશા દરદીઓ  માટે ફાયદાકારક નીવડતી નથી. ઉલ્ટું  તેનો  વધુ પડતો ડોઝ કાતિલ સાબિત થઈ શકે છે. લોકોના મનમાં વિટાંમીનનો કેસ એટલો બધો ઘર કરી ગયો છે તે ઘણા લોકો જરૂર પ્રમાણે એન્ટિબાયોટિક દવા ન ખાતા વિટામિનની ગોળીઓ ગળ્યા કરે છે.”

સૌથી મહત્ત્વની વાત એ છે કે પુખ્ત વયની વ્યક્તિ કે બાળકે કયા સંજોગોમાં કેટલી માત્રામાં વિટામિન લેવી જોઈએ એ ઘણી બાબત પર આધાર રાખે છે. વિટામિનનો ડોઝ નક્કી કરવા માટે વય, જાતિ અને શારીરિક તંદુરસ્તીને પણ ગણતરીમાં લેવા પડે. પણ મોટાભાગની કંપનીઓ પૂરતી ચકાસણી વગર અડસટ ડ વિટામિનની માત્રા નક્કી કરી દે છે અને છેવટે દરદીઓએ ભોગવવું પડે છે. અધૂરામાં પૂરું અમુક પ્રકારના પોષકતત્ત્વો એકબીજા સાથે વિચિત્ર રીતે સંયોજન યોજીને દરદીનું સ્વાસ્થ્ય કથળાવે છે. 

ઉદાહરણ તરીકે વિટામિન ”સી” નું મુખ્ય કાર્ય એન્ટિઓક્સિડન્ટ તરીકે વર્તવાનું છે. એટલે કે શરીરના કોષોને બહારી આક્રમણથી બચાવતા સંગીની ફરજ તેણે અદા કરવાની છે. પરંતુ જો આ વિટામિનનું સંયોજન લોહત્ત્વ સાથે થાય તો એ રક્ષકમાંથી ભક્ષક બનીને શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે. આ ચોંકાવનારું સંશોધન હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના દાક્તર મેઈર સ્ટેમ્ફરે કર્યું છે.

વળી પોષકતત્ત્વો અને વિટામિનની ”આદર્શ માત્રા”માં પણ વારેઘડીએ ફેરફાર થતા હોવાથી ગ્રાહકો છેવટે કંટાળીને પોતાની જાતે જ ડોઝ નક્કી કરી લે છે. ૧૯૮૯માં નિષ્ણાતોએ ફોલિક એસિડની આદર્શ માત્રા ૪૦૦ માઈક્રો ગ્રામ નક્કી કરી હતી. પરંતુ વધુ પડતા ફોલિક એસિડની આડઅસરો સામે આવવા માંડી એટલે નિષ્ણાતોએ પુરુષો માટે ૨૦૦ માઈક્રો ગ્રામ અને સ્ત્રીઓ માટે ૧૮૦ માઈક્રો ગ્રામ ઠેરવ્યા. 

દરમિયાન નવું સંશોધન થયું કે નવી આદર્શ માત્રા કરતા વધુ માત્રામાં ફોલિસ એસિડ લેવામાં આવે તો ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભમાં રહેલા બાળકમાં પગારની કેટલીક ખામીઓથી બચી શકાય છે. આવા વિરોધાભાસી સંશોધનને કારણે સરેરાશ નાગરિક ગુંચવાઈ ન જાય તો થાય શું?

ફળો, ગાજર અને સ્પિનેચ (તાંદળજા જેવી ભાજી) માંથી મળતું બીટા કેરોટીન નામનું વિટામિન ઉપરના પરિપેક્ષમાં સૌથી વધુ વિવાદાસ્પદ ઠર્યું છે. ૧૯૮૦ ના દશકામાં થયેલા સંશોધન મુજબ બીટા કેરોટીનથી ભરપૂર હોય એવો ખોરાક ખાનારાઓને કેન્સર થવાની શક્યતા ખૂબ જ અલ્પ હતી. આ સંશોધન પ્રસિદ્ધ થતાં બીટા કેરોટીનવાળા ખાદ્ય પદાર્થો ખાવાનો વાયરો ઉભો થયો હતો. 

૧૯૮૦ના દાયકાના અંત સમયે ફિનલેન્ડ અને અમેરિકાના સંશોધનકારોએ બીટા કેરોટીનની ગોળીઓ ગળતા ધૂમ્રપાનના વ્યસનીઓને કેન્સર થવાની શક્યતા પર સંશોધન કર્યું તો અગાઉ કરતાં વિપરીત પરિણામ જોવા મળ્યું. એટલું જ નહીં ૧૯૮૪ માં અને ૧૯૯૬ માં થયેલા સંશોધનથી સાબિત થયું કે બીટા કેરોટિનની ગોળીઓ લેતા ધૂમ્રપાન વ્યસનીઓમાં કેન્સર થવાની શક્યતા ઘટવાને બદલે વધી હતી. આ સંશોધનથી તબીબી વર્તુળમાં ભારે ખળભળાહટ મચી ગઈ. હવે બીટા કેરોટિનની ગોળીઓનું વેચાણ ઓછું થયું છે.

નવાઈની વાત તો એ છે કે વધુ પડતા વિટામિન સેવન સામે લાલબત્તી ધરતી જેમ બ્રોડી ખુદ રોડના ૪૦૦ એકમ (યુનીટ) વિટામિન ”ઈ” લે છે અને ”સી’ની ૨૦૦ માઈક્રો ગ્રામની ગોળી ગળી જાય છે.

Read Also

Related posts

પ્રવાસી મજૂરો પાસેથી બસો કે ટ્રેનોનું ન લેવાય ભાડું : ભોજનની વ્યવસ્થા રાજ્ય સરકારો કરે, સુપ્રીમ બગડી

Harshad Patel

વડોદરામાં કોવિડ હોસ્પિટલમાં પિતા-પુત્રએ કોરોનાને આપી માત, એક સાથે 9 બાળકોને અપાઈ રજા

Mansi Patel

અમદાવાદમાં વધુ એક કોરોના વોરિયર્સ આવ્યા કોરોનાની ઝપેટમાં, નિકોલના PSIનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!