વાળને કલર કરવાની સાથે-સાથે તમે બિમારીને પણ આપી રહ્યાં છો આમંત્રણ, કેન્સરથી લઇને…

ઉંમર પહેલા વાળ ધોળા થઇ જવાથી દરેક ત્રીજો વ્યક્તિ પરેશાન છે. જેનાથી બહાર આવવા માટે લોકો હેર કલરનો ઉપયોગ કરે છે. આ હેર કલર તમારા વાળનો દેખાવ બદલી નાખે છે, પરંતુ કદાચ તમે આ બાબતથી અજાણ છો કે તેના ઉપયોગથી આપણે બિમારીઓને આમંત્રણ આપી રહ્યાં છે.

કેન્સરનું સંકટ

અમેરિકન કેન્સર સોસાયટી મુજબ ઘણાં રિસર્ચમાં સામે આવ્યું છે કે હેર કલરમાં એવા કેમિકલ હોય છે, જે વાળ દ્વારા આપણા માથાની સ્કિનમાં પ્રવેશ કરે છે. આ કેમિકલ ઘણા હાનિકારક છે, જેનાથી કેન્સર થવાનું સંકટ તોળાય છે.

શ્વાસ લેવામાં વાંધો હોવો

જે લોકો અસ્થામાના પીડિત હોય તેવા લોકોએ હેર કલરના ઉપયોગથી બચવુ જોઇએ. જેમાં એવા કેટલાંક કેમિકલ હોય છે, જેને સૂંઘવાથી શ્વાસ સંબંધી પરેશાનીઓ વધી શકે છે.

ત્વચા બગડી જવી

કેટલાંક લોકોમાં હેર કલરનો ઉપયોગ કરવો તેની સ્કિન માટે ભારે પડે છે. જેમાં હાજર નુકસાનકારક કેમિકલ સ્કિનની રચનાને બગાડી નાખે છે. જેનાથી બચવા માટે જ્યારે પણ હેર કલર લગાવો ત્યારે હાથમાં ગ્લોવ્સ જરૂર પહેરવા જોઇએ.

એલર્જી

કેટલાંક લોકોને હેર કલર લગાવવાથી એલર્જી થવાની સંભાવના રહે છે. જેમાં હાજર કેમિકલ કેટલાંક લોકોને હદતા નથી, જેને કારણે તેમને રંગદ્રવ્ય, ફોલ્લીઓ અને ખંજવાળથી પરેશાની થાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter