ટામેટા આપણા સ્વાસ્થ્ય માટે ઘણા લાભદાયી હોય છે અને તેનું સેવન કરવાથી સ્કિનને ઘણો ફાયદો થતો હોવાનું પણ મનાય છે. લાલ ટામેટાથી ચેહરા પરનું ટેનિંગ દૂર કરી શકાય છે. લાલ ટામેટામાં એન્ટીઑક્સિડન્ટ હોય છે. જે અલ્ટ્રાવાયલેટ કિરણોથી ચામડીને બચાવે છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે ચેહરા માટે લાભદાયી થતા ટામેટાનો વધુ પડતો ઉપયોગ કરવો પણ નુકસાનકારક સાબિત થાય છે. તેના કારણે ઘણી બીમારીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
વધુ પડતા ટામેટાથી થશે આ નુકસાન
- રોજ વધુ પડતા ટામેટા ખાવાને કારણે પથરીની સમસ્યા થઈ શકે છે. ટામેટામાં કેલ્શિયમ અને ઑક્ઝલેટ હોય છે, જે શરીરમાં વધુ પ્રમાણમાં હોય છે અને તેને સરળતાથી બહાર કરી શકાતા નથી અને તે શરીરમાં જમા થવા પર કિડનીમાં સ્ટોન બનવા લાગે છે.
- ટામેટામાં સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોય છે, જેના કારણે ઝાડા થઈ શકે છે.
- ટામેટાના કારણે Lycopenodermiaની સમસ્યા થાય છે, જેથી શરીરમાં લાઈકોપીનનું પ્રમાણે વધે છે અને ચામડીનો રંગ ખરાબ થવા લાગે છે. લાઈકોપીન શરીર માટે સારું હોય છે પરંતુ જો પૂરતા પ્રમાણમાં હોય તો જ.
- ટામેટા રોજના 75 મિલીગ્રામથી વધુ ખાવાના કારણે નુકસાન થઈ શકે છે. ટામેટાનું વધુ સેવન કરવાને કારણે સાંધામાં દુખાવો થઈ શકે છે. આ સાથે સોજો પણ જોવા મળી શકે છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં