GSTV

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Last Updated on August 2, 2021 by Zainul Ansari

આરોગ્યને જાળવવા માટે બાળપણથી જ દૂધના સેવનના લાભ અંગે સાંબળતા આવી રહ્યા છીએ. શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વોથી ભરપૂર દૂધ, મસ્તિષ્ક અને હાડકાને મજબૂતી માટે ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે. દૂધના માધ્યમથી તમે શરીર માટે ઘણા જરૂરી પોષક તત્વોની પૂરતી સરળતાથી કરી શકો છો. દૂધનું સેવન દાંત અને હાડકાના આરોગ્યની સાથે હ્રદય રોગ અને ડાયબિટીઝમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

અત્યાર સુધી તમે દૂધના સેવનના ફાયદા અંગે સાંભળતા આવી રહ્યા છો, પરંતુ શું તમે દૂધ પીવાના કારણે સ્વાસ્થ્યને થતા નુકશાન અંગે જાણો છો? તાજેતરમાં થયેલી સ્ટડી મુજબ વધુ માત્રામાં દૂધના સેવનથી શરીર પર હાનિકારક પ્રભાવ પડી શકે છે. ચાલો તે અંગે જાણીએ…

કેમ વધારા દૂધનું સેવન ન કરવું જોઇએ?

સ્વાસ્થ્ય તજજ્ઞો મુજબ કોઇ પણ વસ્તુનું વધુ પડતુ સેવન નુકશાનકારક હોય છે. દૂધ સાથે પણ આવું જ છે. તજજ્ઞો દૂધનું સેવન વધુ માત્રામાં ન કરવાની સલાહ આપે છે. ખાસકરી એ બાળકોને જેમને દૂધમાં મળતા કૈસિઇન પ્રોટિન પચતો નથી, કારણ કે તેનાથી તેમને અલગ-અલગ પ્રકારની સમસ્યા થઇ શકે છે. ઉપરાંત બજારમાં વેચાતા ભેળસેળ યુક્ય શરીર માટે બીજી અન્ય રીતે પણ નુકશાનકારક હોઇ શકે છે.

વધારે પડતા દૂધના સેવનના કારણે થઇ શકે છે ખીલ

વર્ષ 2016માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખીલની સમસ્યા એ લોકોમાં વધુ જોવા મળે છે જેઓ ઓછા ફેટવાળા અથવા મલાઈ કાઢેલા દૂધનું સેવન કરે છે. અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ડેરી ઉત્પાદનોનો વધુ વપરાશ ખીલની સમસ્યામાં વધારો કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દૂધમાં હાજર ઘણા તત્વો શરીરના હોર્મોન્સને અસર કરી શકે છે, જે પાછળથી લોકો માટે ખીલની સમસ્યા પેદા કરી શકે છે. જો કે આની પુષ્ટિ કરવા માટે વધુ અભ્યાસ જરૂરી છે.

ત્વચાની અન્ય સમસ્યાઓ

ઘણા અભ્યાસો દરમિયાન, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે ઘણા ડેરી ઉત્પાદનો ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને પ્રોત્સાહન આપી શકે છે. અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જે લોકોને પહેલેથી જ રોઝેસીયાની સમસ્યા હોય છે, ડેરી પ્રોડક્ટ્સનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી આવા લોકોની સમસ્યા વધી શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે દૂધનો વપરાશ ત્યારે જ ફાયદાકારક છે જ્યારે તેનો મધ્યમ ઉપયોગ કરવામાં આવે.

ફેસપેક

એલર્જીની સમસ્યા

નિષ્ણાતોનો અંદાજ છે કે 5 ટકા જેટલા બાળકોને દૂધથી એલર્જી થઈ શકે છે. તે ત્વચામાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પેદા કરી શકે છે. વધારે દૂધના કારણે બાળકોને પેટમાં દુખાવો, કબજિયાત, ઝાડા અને અન્ય ગંભીર પ્રતિક્રિયાઓનું જોખમ વધી શકે છે. પુખ્ત વયના લોકો તેમજ બાળકોને દૂધથી એલર્જી થઈ શકે છે. જો તમને પણ દૂધ પીધા પછી આ પ્રકારની એલર્જી હોય તો ચોક્કસપણે આ અંગે ડોક્ટરનો સંપર્ક કરો.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!