GSTV
Gujarat Government Advertisement

સ્વાસ્થ્ય / જો-જો ક્યાંક તમે પણ નથી કરી રહ્યાં ને માઇક્રોવેવનો ઉપયોગ, જાણો શું તેની સાઇડ ઇફેક્ટ્સ

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

સામાન્ય રીતે મોડર્ન કિચનમાં માઇક્રોવેવ (Microwave) હોવું એ રોજિંદા જીવનમાં ફરજીયાત થઇ ગયું છે. તેનાથી જમવાનું બનાવવું, ખાવાનું ગરમ કરવું ઝડપી થઇ જાય છે તેમજ મહેનત પણ ઓછી પડે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઇલેક્ટ્રિક ગેજેટ હકીકતમાં તમારા રસોડાને મોડર્ન તો બનાવે છે, પરંતુ તમારા પરીવારના સ્વાસ્થ્યને પણ ગંભીર અસર કરે છે.

microwave

એક રિપોર્ટમાં જાણીતા ફિઝિશિયન ડૉ. જોસેફ મોરક્યોલાનું કહેવું છે કે, હકીકતમાં જ્યારે આપણે પોષક તત્વોથી ભરપૂર ખોરાકને માઇક્રોવેવમાં નાખીએ છીએ ત્યારે ઇલેક્ટ્રિક હિટ તેને ‘ડેડ ફૂડ’ માં પરિવર્તિત કરે છે. માઇક્રોવેવમાં જતા જ તેમાં રહેલ વોટર મોલેક્યૂલ્સ રિપીડલી બાઉન્સ કરે છે કે જેનાથી ઝડપથી ખોરાક ગરમ થઇ જાય છે. આ પ્રક્રિયાથી ભોજનના પોષક તત્વોનું સ્ટ્રક્ચર બદલાઇ જાય છે અને તેના તમામ ન્યૂટ્રિશન હાનિકારક તત્વો બની જાય છે.

હજુ પણ છે અન્ય કેટલાંક નુકસાન

અનેક સંશોધનમાં એ વાત સામે આવી છે કે, માઇક્રોવેવ ઓવનના રેગ્યુલર ઉપયોગથી શરીરની ઇમ્યૂનિટી ઓછી થઇ જાય છે. જો ગર્ભવતી મહિલા તેમાં ગરમ કરેલો ખોરાક ખાય તો આવનાર બાળકમાં જન્મજાત તકલીફો પણ ઊભી થઇ શકે છે. આ સિવાય માઇક્રોવેવનો નિરંતર ઉપયોગ કેન્સરનો ખતરો પણ વધારી દે છે. માત્ર એટલું જ નહીં, તેના વપરાશથી અનેક લોકોમાં હાઇ બ્લડપ્રેશરની પણ સમસ્યા જોવા મળી છે.

આ જાણવું ખાસ છે જરૂરી

  • રશિયન શોધમાં જાણવા મળ્યું કે તેમાં દૂધ અને ભોજન ગરમ કરવાથી તમારા રેડ બ્લડ સેલ્સ ઓછાં થઇ જાય છે અને વ્હાઇટ બ્લડ સેલ્સ વધી જાય છે. એટલું જ નહીં પરંતુ તમારી અંદર કોલેસ્ટ્રોલ પણ હાઇ થઇ જાય છે. માઇક્રોવેવ રેડિએશનથી બ્લડ અને હાર્ટ રેટ બંને પર અસર થાય છે.
  • માઇક્રોવેવની હીટથી ભોજનમાં બીપીએ, પોલિથીલીન ટર્પથેલેટ, બેન્જેન જેવાં અનેક ટોક્સિક કેમિકલ્સ પેદા થાય છે.
  • જ્યારે તમે કોઇ ભોજનને પ્લાસ્ટિકમાં રાખીને ગરમ કરો છો તો તે ભોજનમાં કાર્સિનોજેન્સ પેદા કરે છે કે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!