GSTV
Ahmedabad Trending ગુજરાત

ઝેરી પ્રદૂષણ/ અમદાવાદના પૂર્વ વિસ્તાર રામોલમાં ફેક્ટરીઓના ઝેરી ગેસની આડઅસર, સ્થાનિકો થઈ રહ્યા છે ગંભીર રીતે બિમાર

અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં ફેકટરીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી ગેસના પ્રદૂષણની આડઅસરનો ભોગ સ્થાનિક રહીશો બની રહ્યા છે.રામોલમાં ઝેરી ગેસના કારણે રહીશો ચામડીના રોગથી પરેશાન બની ગયા છે.શ્વાસ લેવામાં તકલીફ થવા ઉપરાંત લોકોના પગમાં ફોલ્લા પડી જાય છે.

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ પૂર્વના રામોલના સરવે નંબર ૩૦૯-૨ના ટી.પી.રોડ ઉપર ગેરકાયદેસર રીતે ફેકટરી દ્વારા હવામાં ઝેરી ગેસ છોડવામાં આવી રહ્યો છે.હવામાં છોડવામાં આવતા ઝેરી ગેસના ધુમાડાની આડઅસરના કારણે આસપાસના રહીશો ઉપરાંત રાહદારીઓ, વેપારીઓ તેમજ ગરૃડીયા ટેકરા ઉપર રહેતા કાચા છાપરાના પરિવારો ત્રાહીમામ બની ગયા છે.

પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ રજુઆત કરતા તાકીદે આ ફેકટરી દ્વારા છોડવામાં આવતા ઝેરી ગેસને બંધ કરાવી કડક કાર્યવાહી  કરવા જાણ કરી છે.પૂર્વ કોર્પોરેટરની મળેલી પ્રતિક્રીયા મુજબ,લોકોના પગમાં ઝેરી ગેસની અસરના કારણે ફોલ્લા પડી જાય છે.પગમાં કાળા ડાઘા પડી જાય છે.ઉપરાંત લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.ચામડીને લગતી બીમારીનો પણ ભોગ બની રહ્યા છે.

READ ALSO

Related posts

નવી સંસદ ભવનમાં અખંડ ભારતની તસવીર જોઈને પાક-નેપાળને મરચા લાગ્યા, આ નકશાને લીધે કંગાળ પાડોશી દેશ મુંઝવણમાં

Hina Vaja

કોણ હતા ઓશો, જાણો શું હતા પ્રેમ સંબંધો પર તેમના વિચારો

Siddhi Sheth

અમદાવાદ / ખાલિસ્તાનીઓએ આપેલી ધમકી કેસમાં સાયબર ક્રાઇમ બ્રાંચને વધુ એક સફળતા, મહારાષ્ટ્રમાં ઝડપી પાડ્યું ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જ

Kaushal Pancholi
GSTV