GSTV

Side Effects of Pineapple : જો તમને પણ હોય આ એલર્જી તો પછી ક્યારેય ન ખાશો પાઈનેપલ, તે બની શકે છે જીવલેણ

Last Updated on September 21, 2021 by Vishvesh Dave

પાઈનેપલ ખાવાના ઘણા ફાયદા છે. તે ઓછી કેલરી ધરાવે છે અને વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે. પાઈનેપલને વિટામિન સી અને ફાઈબરનો ખૂબ સારો સ્રોત માનવામાં આવે છે. તે વજન ઘટાડવા સાથે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે, પરંતુ પાઈનેપલ ખાવાના ફાયદાઓ સાથે તેની કેટલીક આડઅસર પણ છે.

ખંજવાળ અને સોજો

કેટલાક લોકોને પાઈનેપલ ખાધા પછી ખંજવાળ અને સોજાની સમસ્યા થાય છે. આ લેટેક્ષ એલર્જીને કારણે છે. પાઈનેપલ natural rubber latexનો ઉત્તમ સ્ત્રોત છે. જો તમને પહેલાથી જ ખબર છે કે તમને લેટેક્ષ એલર્જી છે, તો પાઈનેપલ ન ખાઓ.

ઝાડા અને ઉલટી

પાઈનેપલમાં હાજર Bromelain ઝાડા અને ઉલટીનું કારણ બની શકે છે. એવા લોકો જે Bromelain પ્રત્યે સંવેદનશીલ હોય છે અથવા વધારે માત્રામાં પાઈનેપલ ખાય છે, તેમને આ સમસ્યા થાય છે.

મોં અને હોઠમાં દુખાવો

વધારે માત્રામાં પાઈનેપલ ખાવાથી મોં, જીભ અને હોઠમાં ટેન્ડરનેસ આવે છે અને દુ:ખાવો થાય છે. Bromelainમાં આવા ગુણધર્મો છે, જેના કારણે આવું થાય છે. નિષ્ણાતોના મતે, જો તમે પાઈનેપલ રાંધેલા ખાઓ છો, તો તે તમને આ આડઅસર ઘટાડવામાં મદદ કરશે. દાંડી અને કોરની નજીકનું કાચું પાઈનેપલ ખાવાનું ટાળો કારણ કે તેમાં Bromelainનો સૌથી વધુ જથ્થો હોય છે.

રક્તસ્ત્રાવ

Bromelain, Anti-coagulant તરીકે પણ કામ કરે છે અને તેથી લોહીને પાતળું કરીને ક્લોટ થવા દેતું નથી. આનાથી ઘણું બ્લીડીંગ થઈ શકે છે.

ALSO READ

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!