GSTV

કામના સમાચાર/ દૂધ પીવું જોઈએ પણ એટલું પણ નહીં કે નુક્સાન કરે, દૂધના ફાયદા સાથે આ ગેરફાયદા પણ છે

દૂધ

દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ વધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર વિપરિત અસર પણ પડી શકે છે. મર્યાદિત પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ પર્યાપ્ત પ્રમાણમાં મળી આવે છે. દરરોજ મર્યાદિત પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી કેટલીય બીમારીઓથી છૂટકારો મળે છે, પરંતુ દૂધનું વધુ સેવન કરવાથી કેટલાય પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે. જાણો દૂધનું વધુ પડતુ સેવન કરવાથી તમને શું નુકશાન થઇ શકે છે.

પાચન સંબંધિત સમસ્યાઓ હોઇ શકે છે

દૂધનું વધુ સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. દૂધનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી તમને ગેસની સમસ્યા થઇ શકે છે. દૂધનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું જોઇએ. મર્યાદિત પ્રમાણમાં દૂધનું સેવન ઘણું ફાયદાકારક હોય છે.

હાડકાંને નુકશાન થાય છે

દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, પરંતુ દૂધનું વધુ સેવન કરવાથી હાડકાં પર વિપરિત અસર પણ પડી શકે છે. વધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી હાડકાં નબળાં પડી શકે છે. દૂધનું સેવન મર્યાદિત પ્રમાણમાં જ કરવું જોઇએ.

સ્કિન સંબંધિત સમસ્યાઓ

વધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. વધુ પ્રમાણમાં દૂધનું સેવન કરવાથી ચહેરા પર ખીલ થઇ શકે છે. દૂધનું સેવન મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવે તો સ્કિન માટે ફાયદાકારક સાબિત થાય છે.

Milk benefit

થાક અને સુસ્તી થઇ શકે છે

જે લોકોને દૂધથી એલર્જી થાય છે તેમને દૂધનું વધુ સેવન કરવાથી થાક લાગી શકે છે શરીરમાં સુસ્તી આવી શકે છે. જે લોકોને દૂધથી એલર્જી થાય છે તેમને A2 મિલ્ક વેરિયન્ટનું સેવન કરવું જોઇએ. પરંતુ જો તમે કોઇ પણ બીમારીથી પીડાઇ રહ્યા છો આ બાબતે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

Read Also

Related posts

આરટીઓમાં પોલંપોલ : 3.69 લાખ ચાલકોને આપ્યો અકસ્માતનો પરવાનો, હજુ પણ ચાલે છે એજન્ટરાજ

Bansari

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે કોલેજો, સરકારે ગાઈડલાઈન માટે શરૂ કરી તૈયારીઓ

Bansari

સરદહ તણાવ / ભારતની ચીનને ખુલ્લી ચેતવણી, જરૂર પડશે તો ફાયરીંગ પણ કરીશું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!