GSTV

ગેમિંગની સાઈડ ઈફેક્ટ્સ / સતત ગેમ રમવી બાળકોને આક્રમક બનાવે છે, ભુખ પણ નથી લાગતી, મા-બાપ સાવધાન રહે

ગેમિંગ

Last Updated on June 21, 2021 by Damini Patel

ઓનલાઇન ગેમિંગની કુટેવ એ સામાજિક દૂષણ તરીકે દિન – પ્રતિદિન વધતું રહ્યું છે. સામાન્ય રીતે ૬ વર્ષથી માંડીને ૧૫ થી ૧૬ વર્ષની વયના બાળકોમાં આ દૂષણ વધુ જોવા મળે છે. ઓનલાઇન ગેમિંગના કારણે બાળકોમાં ગુસ્સાનું પ્રમાણ વધુ જોવા મળે. આક્રમક બની જાય. આવેગો નિરંકુશ બને. અભ્યાસમાં બેધ્યાન રહે. આ બધા જ પ્રકારના દૂષણો તેનો વ્યવહારમાં જોવા મળે છે.

ઓનલાઇન ગેમિંગની પ્રવૃત્તિમાં વધારો

ઓનલાઇન શિક્ષણને કારણે બાળકોને હાથમાં જે મોબાઇલ ફોન આવ્યો છે. તેના કારણે ઓનલાઇન ગેમિંગની પ્રવૃત્તિ વધતી રહી છે. આ બાબત ખુબ જે જોખમી હોવાનું યુનિ.ના મનોવિજ્ઞાાન ભવનનાં તજજ્ઞએ જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, અગાઉ સંયુકત પરિવારમાં બાળકોનો ઉછેર થતો હતો. હવે શહેરી વિસ્તારમાં જીવનની ભાગદોડ વચ્ચે બે છેડા ભેગા કરતા પરિવારોમાં એકાદ – બે બાળકો જ જોવા મળે છે. આ બાળકો સતત એકલતા મહેસુસ કરતા હોય છે. માતા – પિતા પણ પોતાની દિનચર્યામાં વ્યસ્ત રહેતા હોવાને લીધે જાણ્યે – અજાણ્યે બાળકને મોબાઇલ આપીને તેનાથી દૂર રહેવા ઇચ્છતા હોય છે. આ સંજોગોમાં મોબાઇલ ફોનને ઓપરેટ કરતું બાળક ક્યારે ઓનલાઇન ગેમિંગનો શિકાર બની જાય છે. તે ખબર પડતી નથી.

ટોકન ઇકોનોમી

વધુમાં શાળા – મહાશાળામાં કોરાનાને લીધે પ્રત્યક્ષ શિક્ષણ શરૃ થતાં મોટાભાગના વાલીઓ માટે વિદ્યાર્થીને મોબાઇલ ફોન આપવો ફરજીયાત બની ગયો છે. આ સંજોગોમાં એડલ્ટમોડમાં રહેલા મોબાઇલ ફોનમાં આપતી ખતરનાક ફેસીંગ ગેમ બાળકો રમતા થઇ જાય છે. તેઓ પોતાની રીતે રમતમાં માનસિક રીતે એટલા એકાગ્ર થઇ ગયા હોય છે કે બીજી કોઇ બાબતોનું તેઓને ધ્યાન રહેતું જ નથી. જો ગેમ હારી જાય તો જાણે જીંદગી હારી ગયા હોય તેવી વ્યથા અનુભવે છે. આ ટેવને કારણે ભુખ લાગતી નથી. પુરી ઉંઘ થતી નથી. માનસિક બેચોની રહે છે. અભ્યાસમાં ધ્યાન રહેતું નથી. આ ટેવ છોડાવવા માટે ‘ટોકન ઇકોનોમી’ નામે ઓળખાતી યુક્તિ ઉપયોગી થાય છે. જેમાં બાળકને અમુક સમયમર્યાદા સુધી જ સમય રમવાની છૂટ આપવામાં આવે છે. જો સમયસર અથવા વહેલી રમત બંધ કરે તો તેને ગીફટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. એ જ રીતે બાળકોને મોબાઇલ ફોન આપતા પહેલાં તેમાં એવા સર્ચ એન્જીન ડાઉનલોડ કરવા જોઇએ કે જેનાાૃથી મોબાઇલ ફોનનો ઉપયોગ ઓનલાઇન ગેમિંગ માટે મર્યાદિત થઇ જાય તેના માટે સાઇબર એકસપર્ટની મદદ લેવી જરૃરી બની રહે છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!