GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ પર લાગ્યો ગંભીર આરોપ, ભત્રીજી બોલી-‘કાકાએ મારી સાથે કર્યુ ગંદુ કામ’

નવાઝુદ્દીન સિદ્દીકી

બોલિવૂડના એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના પરિવારની મુશ્કેલીઓ વધતી જ રહે છે. તેની પત્નીએ તલાકની માગણી કરી અને વિવિધ આરોપો કર્યા છે. હવે તેની ભત્રીજીએ નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ અને પોતાના ચાચા પર ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે ચાચાએ મારી જાતિય સતામણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પીડીતાએ જામિયા નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે કે તે નવ વર્ષની હતી ત્યારે તેના કાકાએ તેની જાતિય સતામણી કરી હતી. આમ નવાઝુદ્દીનનો પરિવાર નવી મુસિબતમાં ફસાયો છે.

વર્ષો જૂનો છે મામલો

તેની ભત્રીજીએ કહ્યું કે આ મામલો વર્ષો જૂનો છે. એ વખતે હું નવ વર્ષની હતી. હું બે વર્ષની હતી ત્યારે મારા પેરન્ટ્સના તલાક થઈ ગયા હતા. પાપાએ બીજી શાદી કરી અને હું સાવકી માતા સાથે રહેતી હતી. ત્યારે હું નાની હતી અને મને સમજ પડતી ન હતી. મારી સાથે હિંસા પણ આચરવામાં આવી હતી. પણ હું મોટી થઈ ત્યારે મને ખબર પડી કે મારા ચાચાએ મારી સાથે ખોટું કર્યું હતુ. તેમનો દરેક સ્પર્શ ખોટો હતો.

સાસરિયા કરતાં હતા હેરાન

તેણે જણાવ્યું હતું કે મેં કોર્ટ મેરેજ કર્યા છે પરંતુ લગ્ન બાદ પણ મને અને મારા સાસરિયાઓને હેરાન કરવામાં આવે છે. તેમાં મારા પાપા અને મારા ચાચા નવાઝુદ્દીન પણ સામેલ છે. તેમણે મારા સાસરિયાઓ પર ખોટા કેસો કર્યા છે. દર છ મહિને મારા પિતા મારી સામે કેસ ફાઇલ કરે છે. મને વિશ્વાસ છે કે મારા આ નિવેદન બાદ તેઓ કાંઇકને કાંઇક જરૂર કરશે. જોકે તેનાથી મને અને મારા પતિને સપોર્ટ મળ્યો છે. મારી પાસે શારીરિક હિંસાના પુરાવા પણ છે. નવાઝુદ્દીન સિદ્દિખી તરફથી મને ક્યારેય સપોર્ટ મળ્યો નથી.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!